Gujarati News

Gujarati News

News of Tuesday, 19th February 2019

''જવેલ ઓફ ઇન્ડિયા-ભારત રત્ન'': ઇન્ડિયન અમેરિકન સાઇકિયાટ્રીસ્ટ મહિલા સુશ્રી આનંદી નરસિંહમને ભારતનો સુપ્રતિષ્ઠિત ગણાતો એવોર્ડ એનાયત

ન્યુ દિલ્હીઃ ''જવેલ ઓફ ઇન્ડિયા-ભારત રત્ન'' ઇન્ડિયન અમેરિકન સાઇકિયાટ્રીસ્ટ મહિલા સુશ્રી આનંદી નરસિંહમને ભારતના સુપ્રતિષ્ઠિત ગણાતા ''હિન્દ રત્ન'' એવોર્ડ આપી સન્માનિત કરાયા છે.

યુ.એસ.ના લોસ એન્જલસ, કેલિફોર્નિયા સ્થિત આ મહિલાને ૨૫ જાન્યુ ૨૦૧૯ના રોજ પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ ભારત સરકારની NRI વેલ્ફેર સોસાયટી દ્વારા આ એવોર્ડ આપવામાં આવ્યો હતો. 

તેમણે ભારતની રામચંદ્ર મેડીકલ કોલેજમાંથી એમ.ડી.ીની ડીગ્રી મેળવેલી છે. તથા ડક યુનિવર્સિટીમાંથી એડલ્ટ સાઇકિયાટ્રી ક્ષેત્રે  રેસિડન્સી કરેલ  છે. બાદમાં યુ.એસ.માં લોસ એન્જલસ ખાતે કેલિફોર્નિયા યુનિવર્સિટી માંથી ચાઇલ્ડ તથા એડલ્ટ સાઇકિયાટ્રી માટે ફેલોશીપ મેળવી હતી. તેઓ અમેરિકન બોર્ડ ઓફ સાઇકીયાટ્રી એન્ડ ન્યુરોલોજીના અધિકૃત ફીઝીશઅન છે.

(9:03 pm IST)