Gujarati News

Gujarati News

News of Tuesday, 19th February 2019

રેસ્ટોરન્ટમાં કામ કરતાં શીખ કર્મચારીને મુસ્લિમ સમજી લમધાર્યોઃ યુ.એસ.ના કેલિફોર્નિયામાં આવેલા રેસ્ટોરન્ટમાં ગ્રાહકે શીખ કર્મચારીના મ્હોં ઉપર ગરમ કોફી રેડી મૂંઢ માર માર્યોઃ શકમંદ આરોપી ઉપર હેટક્રાઇમ એકટ લગાડવા શીખ સંગઠનની માંગણી

કેલિફોર્નિયાઃ યુ.એસ.ના કેલિફોર્નિયામાં આવેલી રેસ્ટોરન્ટમાં કામ કરતા શીખ કલાર્કને મુસ્લિમ સમજી તેને મુંઢ માર મારવાના તથા ગરમ કોફી તેના મ્હોં ઉપર ઢોળી દઇ ઇજા પહોંચાડવાના આરોપસર એક શકમંદ યુવાન જહોન ક્રેઇનની ધરપકડ થઇ છે.

શીખ કલાર્કએ જણાવ્યા મુજબ આરોપીએ કોફી જાતે બનાવી હતી. તથા તે નાણાં ચૂકવ્યા વિના જવાની કોશિષ કરી રહ્યો હતો. શીખ કર્મચારીએ તેને રોકવાની કોશિષ કરતા તેના ઉપર હુમલો કરી ગરમ કોફી મોઢા ઉપર રેડી દીધી હતી. હેટક્રાઇમ સમી આ ઘટના વિરૂધ્ધ શીખ સંગઠને આરોપી ઉપર હેટક્રાઇમ એકટ લગાડવા અપીલ કરી છે. આરોપીએ જણાવ્યા મુજબ તેણે આ કલાર્કને મુસ્લિમ સમજી હુમલો કર્યો હતો.

(9:02 pm IST)