Gujarati News

Gujarati News

News of Tuesday, 19th February 2019

આખરે મહારષ્ટ્રમાં ભાજપ- શિવસેના વચ્ચે ગઠબંધન થયું :ભાજપ-25, શિવસેના-23 બેઠક પર લડશે ચૂંટણી

મુંબઈ :મહારાષ્ટ્રમાં શિવસેના અને ભાજપ વચ્ચે ગઠબંધન થયું છે માતોશ્રીમાં ભાજપ પ્રમુખ અમિતભાઇ શાહ અને શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે વચ્ચે મહત્વની બેઠક યોજાઈ હતી જેમાં ભાજપ અને શિવસેના વચ્ચે બેઠકને લઈ સમજૂતી થઈ  છે.

 મહારાષ્ટ્રમાં ભાજપ અધ્યક્ષ અમિતભાઈ  શાહ અને શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે વચ્ચે લગભગ એક કલાકથી વધુ બેઠક ચાલી હતી જેમાં લોકસભા ચૂંટણીમાં બેઠકની વહેંચણીને લઈ સમજૂતી થઈ ગઈ છે. બંને પક્ષ સાથે રહી અગામી લોકસભા અને વિધાનસભા ચૂંટણી લડશે.

  આ બેઠક મુદ્દે માહિતી આપતા મહારાષ્ટ્રના સીએમ દેવેન્દ્ર ફડણવીશે જણાવ્યું કે, ભાજપ અને શિવસેના બંને હિન્દુવાદી પક્ષ છે. બંને પક્ષની વિચારસરણી એક જ છે.  ભાજપ અને શિવસેના લોકસભા અને વિધાનસભા ચૂંટણી સાથે રહી લડશે.  અગામી લોકસભા ચૂંટણી મુદ્દે શિવસેના અને ભાજપ વચ્ચે સીટની વહેંચણી મુદ્દે સમજૂતી થઈ ગઈ છે. અગામી લોકસભા ચૂંટણીમાં ભાજપ 25 બેઠક પર અને શિવસેના 23 બેઠક પર ચૂંટણી લડશે.

(8:57 pm IST)