Gujarati News

Gujarati News

News of Tuesday, 19th February 2019

શંકરાચાર્યએ સ્થગિત કર્યો રામ મંદિર શિલાન્યાસ કાર્યક્રમ : પુલવામા હુમલા બાદ લેવાયો નિર્ણય

નવી દિલ્હી :અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે શિલાન્યાસ કાર્યક્રમનું એલાન કરનાર જગદગુરુ શંકરાચાર્ય સ્વામી સ્વરુપાનંદ સરસ્વતીએ પોતાનો પ્રવાસ અને શિલાન્યાસનો કાર્યક્રમ રદ કરી દીધો છે. પુલવામામાં આતંકી હુમલા બાદ દેશમાં ઉત્પન્ન થયેલા માહોલને જોતા તેમણે પોતાના આ કાર્યક્રમને થોડા સમય માટે સ્થગિત કરી દીધો છે.

   તેમણે જણાવ્યુ કે રામ મંદિર શિલાન્યાસ કાર્યક્રમ સામયિક અને આવશ્યક પણ છે પરંતુ દેશમાં ઉત્પન્ન થયેલી આ આકસ્મિક પરિસ્થિતિના કારણે આ કાર્યક્રમ થોડા સમય માટે સ્થગિત કરવામાં આવી રહ્યો છે.

    અત્રે ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલા કુંભ મેળામાં આયોજિત પરમ ધર્મ સંસદ દરમિયાન શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વીઓ અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે શિલાન્યાસ કરવાની ઘોષણા કરી હીત અને 17 ફેબ્રુઆરીએ જ અયોધ્યા કૂચ કરવાનો સંકલ્પ કર્યો હતો. જો કે ત્યારબાદ સમગ્ર દેશમાં એક અલગ જ લહેર ચાલી રહી હતી અને મંદિર નિર્માણ કાર્યક્રમ સંબંધિત આ પ્રક્રિયાએ સરકારની મુશ્કેલીઓ વધારી દીધી હતી પરંતુ અચાનકથી સીઆરપીએફના જવાનો પર આતંકી હુમલાઓ સમગ્ર દેશને ઝંઝોડી દીધુ અને આ વિશે શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતીએ પોતાની અયોધ્યા યાત્રા તેમજ કાર્યક્રમ સ્થગિત કરી દીધો છે.

(12:00 am IST)