Gujarati News

Gujarati News

News of Tuesday, 19th February 2019

પાક સામે કયા કયા એકશન

પુલવામા હુમલા બાદ મોદી સરકારની લાલ આંખ

નવી દિલ્હી, તા.૧૮ : પુલવામામાં ભીષણ ત્રાસવાદી હુમલા બાદથી મોદી સરકાર પાકિસ્તાનને બોધપાઠ ભણાવવા અને તેની હાલત આર્થિક રીતે પણ કફોડી કરી દેવા એક પછી એક પગલાં લઈ રહી છે. પુલવામા હુમલા બાદ કાર્યવાહીનો દોર શરૂ થયો હતો જે હજુ પણ જારી છે. લોકોના આક્રોશ વચ્ચે આગામી દિવસોમાં વધુ પગલાં પણ લેવામાં આવી શકે છે. આજે જમ્મુમાં પ્રવર્તમાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને ધ્યાનમાં લઈને સાપ્તાહિક પુંચ-રાવલકોટ ક્રોસ એલઓસી બસ સર્વિસને બંધ કરી દેવામાં આવી છે. વ્યાપક વિરોધ પ્રદર્શન અને હિંસા વચ્ચે જમ્મુમાં સંચારબંધી જારી છે. મોદી સરકાર દ્વારા હજુ સુધી પાકિસ્તાન સામે જે એકશન લેવાાં આવ્યા છે તેના ઉપર નજર કરવામાં આવે તો જાણી શકાય છે કે પાકિસ્તાને વૈશ્વિક સ્તર પર ખુલ્લું પાડી દેવા એક પછી એક કાર્યવાહીનો દોર જારી રહ્યો છે. હજુ સુધી લેવામાં આવેલા પગલાં નીચે મુજબ છે.

*    ભારતે પાકિસ્તાને આપેલા મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજ્જો પરત ખેંચી લીધો છે. આ દરજ્જો વર્ષો પહેલા આપવામાં આવ્યો હતો જે હેઠળ પાકિસ્તાનને કારોબાર કરવામાં અનેક રાહતો આપવામાં આવી હતી. પુલવામા હુમલા બાદ અંતે આ દરજ્જો પરત ખેંચીને તેના અર્થતંત્રને ફટકો પહોંચાડવા તેને અપાયેલા એમએફએનના દરજ્જાને પરત ખેંચાયો હતો

*    પાકિસ્તાનથી આયાત કરવામાં આવતી ચીજવસ્તુઓ પર ડ્યુટીને વધારને ૨૦૦ ટકા સુધી કરી દેવામાં આવી છે. જે પાકિસ્તાનની ચીજવસ્તુઓ પર મોટાભાગે પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે

*    પાકિસ્તાનમાં રહેલા ભારતીય હાઈકમિશનરને વિરોધ વચ્ચે બોલાવી લેવામાં આવ્યા હતા સાથે સાથે ભારતમાં રહેલા હાઈકમિશનરને બોલાવીને ફટકાર લગાવવામાં આવી હતી

*    પાકિસ્તાનને વૈશ્વિક સ્તર પર અલગ પાડી દેવા અમેરિકા સહિતના દેશોનો ટેકો મેળવવામાં આવ્યો છે જેથી અમેરિકા અને જર્મની સહિતના દેશો ભારત સાથે ઉભેલા દેખાય છે

*    જમ્મુ-કાશ્મીરના ક્રોસ એલઓસી બસ સર્વિસને સસ્પેન્ડ કરી દેવામાં આવી છે. સાપ્તાહિક પૂંચ-રાવલકોટ ક્રોસ એલઓસી બસ સર્વિસ બંધ થતા પાકિસ્તાની લોકોને તકલીફ થશે

*    પાકિસ્તાન ક્રિકેટ લીગના પ્રસારણને રોકી દેવાનો નિર્ણય પણ કરાયો છે

(12:00 am IST)