Gujarati News

Gujarati News

News of Tuesday, 19th February 2019

ફરી હુમલાની સાથે સાથે

ઇન્ટરનેટ અને મોબાઇલ સેવા બંધ કરી દેવાઇ

પુલવામા, તા,૧૮ : દક્ષિણ કાશ્મીરના પુલવામા  જિલ્લામાં ફરી એકવાર આજે સવારે ત્રાસવાદીઓએ ભીષણ હુમલો કર્યો હતો. ત્રાસવાદીઓના આ હુમલામાં એક મેજર અને ચાર જવાનો શહીદ થયા હતા પરંતુ આ કુરબાની વ્યર્થ ગઈ ન હતી. આ કાર્યવાહીમાં સેનાએ જૈશના ટોપ કમાન્ડર ગાજી ઉર્ફે કામરાનને ઠાર કરી દીધો હતો.  પુલવામાં વધુ એક હુમલાની સાથે સાથે નીચે મુજબ છે.

*    પુલવામા વિસ્તારમાં પાંચ દિવસના ગાળામાં જ બીજો મોટો હુમલો કરવામાં આવ્યો

*    ૧૧ કલાક સુધી ચાલેલી ભીષણ અથડામણમાં જૈશનો ટોપ કમાન્ડર અને આઈઈડી બનાવવામાં નિષ્ણાત અબ્દુલ રસીદ ગાજી ઉર્ફે કામરાન અને અન્ય એક લોકલ ત્રાસવાદી હિલાલ સાથે ઠાર કરાયો

*    ૧૪મી ફેબ્રુઆરીના હુમલા બાદથી કામરાનની શોધખોળ ચાલી રહી હતી

*    કામરાનને ઠાર કરાતા જૈશના લીડર મૌલાના મસૂદ અઝહારે વધુ એક વિશ્વસનિય સાગરિત ગુમાવ્યો

*    ગાજીએ સીઆરપીએફ હુમલાના આત્મઘાતી બોમ્બર આદિલ દારને ટ્રેનિંગ આપી હતી

*    ૧૪મી ફેબ્રુઆરીના દિવસે સઆરપીએફના કાફલા પર હુમલો કરવામાં આવ્યા બાદ વધુ એ હુમલાને ત્રાસવાદીઓએ અંજામ આપ્યો

*    ત્રાસવાદીઓએ વહેલી સવારે પુલવામા વિસ્તારના પિંગલિના વિસ્તારમાં હુમલો કર્યો

*    બાતમી બાદ સુરક્ષા દળો દ્વારા ઓપરેશન હાથ ધરવામાં આવ્યા બાદ છુપાયેલા ત્રાસવાદીઓ દ્વારા ગોળીબાર કરતા સેનાને નુકસાન

*    ત્રાસવાદીઓ સામે ઓપરેશન હાથ ધરવામાં આવ્યા બાદ મોબાઇલ અને ઇન્ટરનેટ સેવા બંધ રાખવામાં આવતા લોકોને પરેશાની થઇ

*    જમ્મુ અને કાશ્મીરમાં હાલમાં કાફલા પર હુમલો કરવામાં આવ્યા બાદ હાઇ એલર્ટ પહેલાથીજ છે

*    સીઆરપએફ કાફલા પર ૧૪મી ફેબ્રુઆરીના દિવસે પુલવામાના અવંતિપુરા ખાતે આત્મઘાતી હુમલો કરવામાં આવ્યા બાદ ૪૦ જવાનો શહીદ થયા હતા

*    સીઆરપીએફ કાફલા પર હુમલો કરવામાં આવ્યા બાદ દેશમાં નારાજગી છે ત્યારે વધુ એક નાપાક હરકત પાકિસ્તાન દ્વારા કરવામાં આવી

*    જમ્મુ કાશ્મીરમાં ગયા ગુરૂવારના દિવસે હુમલો કરવામાં આવ્યા બાદ અવિરત દરોડા અને તપાસની કાર્યવાહી ચાલી રહી છે

*    સોમવારે વહેલી સવારે ત્રાસવાદી હુમલામાં ૫૫ રાષ્ટ્રીય રાઇફલના ચાર જવાનો શહીદ થયા

*    અથડામણના ગાળા દરમિયાન ફેસાયેલા એક નાગરિકનુ પણ મોત થયુ

*    ભારત સરકાર દ્વારા પાકિસ્તાન સામે પગલા લેવાની શરૂઆત થઇ ગઇ છે જેના ભાગરૂપે એમએફએનનો દરજ્જો પહેલાથી જ પાછો ખેંચી લેવામાં આવ્યો છે

 

(12:00 am IST)