Gujarati News

Gujarati News

News of Tuesday, 19th February 2019

UAE માં અબુ ધાબી તથા દુબઇ ખાતેના ભારતીય દૂતાવાસમાં વિશાળ સંખ્યામાં ભારતીય મૂળના નાગરિકો એકત્ર થયા : આતંકવાદનો ભોગ બનેલા CRPF જવાનોને મીણબત્તી પ્રગટાવી શ્રદ્ધાંજલિ આપી

દુબઇ : આતંકવાદ વિરુધ્ધ સમગ્ર વિશ્વમાં રોષ ભભૂકી રહ્યો છે.તાજેતરમાં 14 ફેબ્રુઆરીના રોજ જૈસ મહમ્મદના પાકિસ્તાનમાં અડ્ડો ધરાવતા આતંકીઓએ ભારતમાં આવેલા જમ્મુ કાશ્મીરના પુલવામામાં CRPF ના જવાનો ઉપર આત્મઘાતી હુમલો કરી 40 જવાનોને મોતને ઘાટ ઉતારતા ભારત ઉપરાંત વિદેશમાં વસતા ભારતીયોએ પણ રોષ વ્યક્ત કર્યો છે.તથા શહીદોને શ્રદ્ધાંજલિ આપી છે.એટલું નહીં દરેક વિપરીત સંજોગોમાં તેઓ વતનની સાથે હોવાની કટિબદ્ધતા વ્યક્ત કરી છે.જે મુજબ મુસ્લિમ રાષ્ટ્ર UAE માં વસતા તમામ ભારતીયોએ પણ  એકત્ર થઇ શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપી હતી. 

(12:15 pm IST)
  • એમ્બ્યુલન્સને અકસ્માતઃ ૭ના મોત : યમુના એકસ્પ્રેસ-વે ઉપર એક એમ્બ્યુલન્સ ડીવાઇડર તોડી આગરા-દિલ્હી રોડ ઉપર બીજી સાઇડે ફેંકાતા ૭ના મોત થયા છે. access_time 11:34 am IST

  • માં અને માં અમૃતમ કાર્ડ હેઠળ ગંભીર રોગમાં રૂ.૫ લાખ સુધીની સારવાર મફત : માં અને માં અમૃતમ કાર્ડ હેઠળ જેની વાર્ષિક આવક રૂ.૪ લાખ સુધીની હોય તેને ગંભીર રોગમાં રૂ.૫ લાખ સુધીની સારવાર મફત મળશેઃ બજેટની આજની જાહેરાત અંગે સરકારી સુત્રોની મહત્વની સ્ષ્પષ્ટતા access_time 4:15 pm IST

  • કુંભમેળામાં સેક્ટર પાંચમા લાગી આગ :પાંચ ટેન્ટ બળીને ખાખ :કુંભના પાંચમા સ્નાન પર્વ માઘી પૂર્ણિમા દરમિયાન સેક્ટર પાંચ સ્થિત એક શિબિરમાં આગ ભભુકતા પાંચ ટેન્ટ બળી ગયા access_time 12:06 am IST