Gujarati News

Gujarati News

News of Tuesday, 19th January 2021

બોલિવૂડ ડિરેક્ટર સાજિદ ખાન પર ફરી એકવાર સેક્સુઅલ હેરેસમેન્ટનો આરોપ

જિયા ખાનની બહેને આરોપ લગાવ્યો : સાજિદનાં કરેલાં દુર્વ્યવહાર બાદ જિયા ખાન ખરાબ રીતે તુટી ગઇ હતી. તે જેમ ઘરે પહોંચી રડવા લાગી : કરિશ્મા

મુંબઈ,તા.૧૯ : બોલિવૂડ ડિરેક્ટર સાજિદ ખાન એક વખત ફરી તેની ખોટી હરકતોને કારણે ચર્ચામાં છે. સાજિદ ખાન પર ફરી એક વખત સેક્સુઅલ હેરેસમેન્ટનો આરોપ લાગ્યો છે. તેનાં પર આ આરોપ દિવગંત એક્ટ્રેસ જિયા ખાનની બહેને લગાવ્યો છે. જિયા ખાનની બહેન કરિશ્માએ સાજિદ ખાન પર સેક્સુઅલ હેરેસમેન્ટનો આરોપ લગાવતા દાવો કર્યો છે કે, સાજિદ ખાને ન ફક્ત જિયાને સેક્સુઅલી હેરેસ કરી છે પણ તેમનો ફાયદો ઉઠાવવાનો પણ પ્રયાસ કર્યો છે. જિયા ખાનનાં જીવન પર બનેલી ડૉક્યુમેન્ટ્રી ડેથ ઇન બોલિવૂડ હાલમાં જ યૂકેમાં રિલીઝ થઇ છે. એવામાં ડૉક્યુમેન્ટ્રીનાં બીજા એપિસોડ દરમિયના જિયા ખાનની બહેને સાજિદ ખાનની પોલ ખોલી છે. કરિશ્મા મુજબ, સાજિદ ખાનનાં કરેલાં દુર્વ્યવહાર બાદ જિયા ખાન ખરાબ રીતે તુટી ગઇ હતી. તે જેમ ઘરે પહોંચી રડવા લાગી હતી. એટલું જ નહીં સાજિદ ખાને તેની સાથે ગંદી હરકત કરવાનો પમ પ્રયાસ કર્યો હતો. કરિશ્માએ આ આખી ઘટના અંગે વાત કરતાં કહ્યું કે, 'રિહર્સલ ચાલી રહ્યું હતું.

      જિયા સ્ક્રિપ્ટ વાંચી રહી હતી. ત્યારે તેણે (સાજિદ)એ તેને ટૉપ અને બ્રા ઉતરાવાં કહ્યું. તે ગભરાઇ ગઇ હતી. તેને સમજમાં નહોતું આવી રહ્યું કે, તે શું કરે. તે એ વિચારીને પરેશાન હતી કે, ફિલ્મ શરૂ થતા પહેલાં આ હાલ છે ઘરે વી તે ખુબજ રડી હતી. કરિશ્માએ વધુમાં કહ્યું કે, તેને આ બધા બાદ પણ તે ફિલ્મ કરવી પડી હતી. તેણે કહ્યું કે, મારો કૉન્ટ્રાક્ટ છે. જો મે વચ્ચે ફિલ્મ છોડી તો તેઓ મને બદનામ કરી દેશે અને મારુ કરિયર ખત્મ કરી દેશે. જો ફિલ્મમાં રહી તો સેક્શુઅલ હૈરેસ્મેન્ટ થશે. અને છોડી દીધી તો કરિયર ખતમ થઇ જશે. આ બધા બાદ તેણે ફિલ્મ કરવી પડી. તેણે (સાજીદ) મારી સાથે પણ ગંદી હરકતો કરવાનો પ્રયાસ કર્યો હતો. મને યાદ છે હું જિયાની સાથે સાજિદનાં ઘરે ગઇ હતી. મે સ્ટ્રેપી ટૉપ પહેર્યું હતું. તે સમયે હું ૧૬ વર્ષની હતી. હું કિચન ટેબલ પર બેઠી હતી અને તે મને એકી ટસે તાકી રહ્યો હતો. તેણે મને કહ્યું કે, 'તે સેક્સ ઇચ્છે છે.' જેનાં પર જિયાએ તુરંત જ કહ્યું હતું કે,'નહી, તુ શું બકવાસ કરે છે.' તેનાં પર તે બોલ્યો હતો- 'જો તે કેવી રીતે બેઠી છે.' જિયાએ કહ્યું હતું કે, 'તે ખુબ જ નાની છે. તારે તેનાં વિશે આવું ન કહેવું જોઇએ તે બાદ અમે ત્યાંથી ચાલ્યા ગયા હતાં.

    જિયા ખાને સાજિદ ખાનની સાથે ફિલ્મ 'હાઉસફૂલ'માં કામ કર્યું હતું. જેમાં તેની સાથે અક્ષય કુમાર, દીપિકા પાદુકોણ, રિતેશ દેશમુખ, લારા દત્તા અને અર્જુન રામપાલ પણ હતાં.

(7:22 pm IST)
  • દેશમાં ૨૪ કલાકમાં કોરોનાના ૧૦૦૬૪ દર્દી આવ્યાઃ ૧૩૭ના મોતઃ કુલ કેસ થયા ૧ કરોડ ઉપરઃ ૧,૫૨,૫૫૬ મોત : નવી દિલ્હીઃ છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં કોરોનાના ૧૦૦૬૪ નવા દર્દી સામે આવ્યા છે અને એ દરમ્યાન ૧૩૭ના મોત થયા છેઃ દેશમાં કુલ કેસ ૧,૦૫,૮૧,૮૩૭ થયા છે, જેમાં ૨૦૦૫૨૮ એકટીવ કેસ છે જ્યારે ૧ કરોડ ૦૨ લાખથી વધુ રીકવર થયા છેઃ કુલ મૃત્યુ ૧૫૨૫૫૬ના થયા છેઃ ગઈકાલે ૭,૦૯,૭૯૧ ટેસ્ટ કરાયા હતાઃ આ સાથે કુલ ટેસ્ટીંગ ૧૮,૭૮,૦૨,૮૨૭ થયા છે access_time 11:35 am IST

  • દેશમાં કોરોના હાંફી ગયો :નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો : એક્ટિવ કેસના આંકમાં સતત ઘટાડો : રાત્રે 11-30 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 13,566 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1,05,96,228 થઇ :એક્ટિવ કેસ 1,94,247 થયા: વધુ 16,976 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,02,44,839 થયા :વધુ 154 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,52,747 થયા access_time 1:03 am IST

  • સુભાષબાબુનો જન્મદિવસ પરાક્રમ દિવસ તરીકે દર વર્ષે દેશ આખો ઉજવશે : મોદી સરકારની જાહેરાત ૨૩ જાન્યુઆરીએ નેતાજી સુભાષચંદ્ર બોઝનો જન્મ દિવસ 'પરાક્રમ દિવસ' તરીકે ઉજવવાની મોદી સરકારે જાહેરાત કરી છે. દર વર્ષે 'પરાક્રમ દિવસ' તરીકે સુભાષબાબુનો જન્મ દિવસ ઉજવવામાં આવશે તેમ સાંસ્કૃતિક બાબતોના કેન્દ્રીય મંત્રાલય આજે જાહેર કરેલ છે. access_time 11:35 am IST