Gujarati News

Gujarati News

News of Tuesday, 19th January 2021

અમારી વાત સરકાર સાથે થવાની છે પરંતુ આનાથી કોઇ પ્રશ્નનું નિરાકરણ આવે તેવી આશા નથીઃ કૃષિ કાયદા મુદ્દે ખેડૂત સંગઠનના આગેવાનોનું નિવેદન

કેન્દ્ર સરકાર અને ખેડૂતો વચ્ચે 10માં રાઉન્ડની વાતચીત હવે 19 જાન્યુઆરીની જગ્યાએ 20 જાન્યુઆરીએ થશે.

સોમવારે મોડી રાત્રે ખેડૂત સંગઠનોએ સોશિયલ મીડિયા પર જાણકારી આપી છે કે ખેડૂત સંગઠનોના પ્રતિનિધિઓ અને સરકાર તરફથી મંત્રી સમૂહની બેઠક 10 જાન્યુઆરી 2021 બપોરે 2 વાગે દિલ્હીના વિજ્ઞાન ભવનમાં થશે.

10માં રાઉન્ડની ચર્ચાથી ઠિક પહેલા ભારતીય ખેડૂત યૂનિયનના રાષ્ટ્રીય પ્રવક્તા રાકેશ ટિકૈતે કહ્યું કે, સરકાર સાથે થનાર બેઠકમાં કોઈ ઉકેલ આવશે તેને લઈને તેમને કોઈ આશા નથી.

સમાચાર એજન્સી એએનઆઈ સાથે વાત કરતાં ટિકેતે કહ્યું, “કાલે અમારી વાત સરકાર સાથે થવાની છે, પરંતુ આનાથી કોઈ નિષ્કર્ષ નિકળવાની આશા નથી.

તેમને કહ્યું, “26 જાન્યુઆરીએ અમારી ટ્રેક્ટર રેલી રાજધાનીના આઉટર રિંગ રોડ પર થશે અને અમે ત્યાં જઈશું નહીં જ્યા ગણતંત્ર દિવસની પરેડ હશે.

જ્યારે સોમવારે ખેડૂતોની ટ્રેક્ટર રેલીના કેસ પર ચાલી રહેલી સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું હતુ કે, દિલ્હીમાં પ્રવેશનો મામલો સુરક્ષા વ્યવસ્થા સાથે જોડાયેલો છે અને કઈ-કઈ શરતો ઉપર દિલ્હીમાં પ્રવેશ આપવાની પરવાનગી આપવી જોઈએ તે પોલીસ નક્કી કરી શકે છે.

સુનાવણી કરી રહેલી ત્રણ જજોની બેન્ચની અધ્યક્ષતા કરી રહેલા ચીફ જસ્ટિસ એસએ બોબડેએ કહ્યું, “અમે પાછલી વખતે કહ્યું હતુ કે, દિલ્હીમાં કોને પ્રવેશ આપવાની પરવાનગી આપવી જોઈએ, તેનો નિર્ણય દિલ્હી પોલીસના દાયરામાં આવે છે. ખેડૂતોને પરવાનગી આપવી જોઈએ કે નહીં તે કાનૂન વ્યવસ્થા સાથે જોડાયેલો મુદ્દો છે અને બાબતમાં કોર્ટ નિર્ણય લઈ શકે નહીં.

(5:08 pm IST)