Gujarati News

Gujarati News

News of Tuesday, 19th January 2021

યુકે, યુરોપિયન યુનિયને કેટલાક દેશો અને બ્રાઝીલથી અમેરિકામાં આવનારા ઉપર લગાવવામાં આવેલો પ્રતિબંધ હટાવવામાં નહીં આવેઃ અમેરિકાના રાષ્‍ટ્રપતિ જો બાઇડેનના પ્રવક્‍તાની જાહેરાત

અમેરિકાના નવા ચૂંટાઇ આવેલા રાષ્ટ્રપતિ જો બાઈડેનની પ્રવક્તાએ કહ્યું છે કે, અમેરિકા યૂકે, યૂરોપિયન યૂનિયને કેટલાક દેશો અને બ્રાઝીલથી આવનારાઓ પર લગાવવામાં આવેલો પ્રતિબંધ હટાવવામાં આવશે નહીં.

આનાથી પહેલા ડોનાલ્ડ ટ્રમ્પે યાત્રા પ્રતિબંધ હટાવવાનો આદેશ આપ્યો હતો.

સોમવારે વ્હાઈટ હાઉસે એક આદેશ રજૂ કરીને કહ્યું કે, યૂકે, યૂરોપિયન યૂનિયનના કેટલાક દેશો અને બ્રાઝીલથી આવનારાઓ પર લાગેલા યાત્રા પ્રતિબંધ જો બાઈડેન દ્વારા રાષ્ટ્રપતિ ઓફિસ સંભાળ્યાના દિવસ પછી એટલે કે, 26 જાન્યુઆરીએ ખત્મ થશે.

પરંતુ આના કેટલાક દિવસ પછી જો બાઈડેનની પ્રવક્તા જેન સાકીએ સોશિયલ મીડિયા પર કહ્યું કે, મેડિકલ ટીમની સલાહ છે કે પ્રશાસને 26 તારીખે યાત્રા પ્રતિબંધ હટાવવો જોઈએ નહીં.

તેમને લખ્યું, “કોરોના મહામારીની સ્થિતિ સતત બગડી રહી છે અને વાયરસના અન્ય સંક્રામક વેરિએન્ટ સામે આવી રહ્યાં છે. એવામાં યાત્રા પ્રતિબંદ ખત્મ કરવાનો સમય નથી.

તે ઉપરાંત તેમને લખ્યું કે, “તેઓ કોવિડ-19ના વધારે સંક્રમણને ફેલાવવાથી રોકવા માટે સાર્વજનિક સ્વાસ્થ્ય અને આંતરાષ્ટ્રીય યાત્રા સાથે જોડાયેલો આદેશ રજૂ કરવાની યોજના પર વિચાર કરી રહ્યાં છે.

(5:08 pm IST)