Gujarati News

Gujarati News

News of Tuesday, 19th January 2021

નરેન્દ્રભાઈ મોદીની સરકારે વોટ્સએપને લેખિતમાં જાણ કરી કહ્યું છે કે તમારી સેવાઓની નવી શરતો તુરત જ પાછી ખેંચી લો

તાજેતરમાં સુપ્રીમ કોર્ટ વ્હોટ્સએપના ઉપભોક્તાએ કરેલી રીટ પીટીશનના ચુકાદામાં કહ્નાં હતું કે તમને whatsappની શરતો મંજૂર ન હોય તો whatsapp ડીલીટ કરી નાખો. આ પછી આજે કેન્દ્ર સરકારે whatsapp ને પત્ર લખી તાત્કાલિક અસરથી તેમની નવી શરતો રદ કરવા તાકીદ કરી છે. મોદી સરકારે કહ્નાં છે કે વોટ્સએપ દ્વારા અપનાવાયેલ કાં તો શરતો મંજૂર કરો, નહીં તો ડીલીટ કરી નાખોઆ નીતિ  ભારતીય લોકોને મિનિંગફુલ પસંદગી કરવાની તક આપતી નથી.

(3:26 pm IST)
  • અમે કોઈપણ ધર્મ કે જાતિનું અપમાન કરવા માંગતા નથી : અમારી સિરીઝથી કોઈની લાગણી દુભાઈ હોય તો માફી માંગીએ છીએ : તાંડવ વેબસીરીઝ મામલે દેશભરમાં ઉઠેલા વિરોધને ધ્યાને લઇ ડાયરેક્ટર ,પ્રોડ્યુસરે માફી માંગી : સિરીઝમાંથી વિવાદાસ્પદ ભાગ કાઢી નાખવાની ખાત્રી આપી access_time 8:44 pm IST

  • ખુલ્લેઆમ દાદાગીરી : રાજસ્થાનના જયપુરમાં માસ્ક પહેર્યા વિના બેઠેલા યુવકને નિર્ભયા સ્ક્વોડની મહિલા કોન્સ્ટેબલે ટોકતા નાક ઉપર ઘુસ્તો મારી દીધો : નાકનું હાડકું તોડી નાખ્યું : યુવકની ધરપકડ કરી ફરજમાં રૂકાવટનો કેસ દાખલ કરાયો access_time 7:05 pm IST

  • પ્રાઇવેટ ડોક્ટર પાસે આંખ ચેક કરાવો : સરકારી હોસ્પિટલના રિપોર્ટ ખોટા જોવા મળ્યા છે : કેન્દ્રીય મિનિસ્ટર ગડકરીનો રાજનાથસિંઘ સાથેનો સંવાદ : મુંબઈમાં કારમાં મુસાફરી વખતે પોતાના ડ્રાયવરને મોતિયો હોવા છતાં આંખ બરાબર હોવાનું સર્ટિફિકેટ લાવ્યો હતો : એક મુખ્યમંત્રીનો ડ્રાયવર બંને આંખે આંધળો હતો : એક કેન્દ્રીય મિનિસ્ટરના ડ્રાયવરની એક આંખ ખરાબ હતી access_time 11:42 am IST