Gujarati News

Gujarati News

News of Tuesday, 19th January 2021

ત્રણેય કૃષિ કાયદા ખેતીને બરબાદ કરશેઃ મોદી-ભાજપથી ડરતો નથી

રાહુલ ગાંધીએ પત્રકાર પરિષદ યોજીઃ બુકલેટ ‘ખેતી કા ખૂન' જારી કરી : કૃષિ ક્ષેત્ર ઉપર ૩ થી ૪ મુડીપતિઓનો એકાધિકાર થઇ જશેઃ જેની મધ્‍યમ વર્ગ અને યુવાઓને કિંમત ચૂકવવી પડશે

નવી દિલ્‍હી, તા.૧૯: કોંગ્રેસના પૂર્વ અધ્‍યક્ષ રાહુલ ગાંધીએ નવા કૃષી કાયદા અંગે પત્રકાર પરીષદ કરી. તેમાં તેઓએ કેન્‍દ્ર સરકાર પર નીશાન સાધ્‍યું છે.

તેઓએ કહ્યું કે દેશમાં આજે ચાર-પાંચ લોકો માલિક બની ગયા છે. કોંગ્રેસ નેતાએ કહ્યું કે મુઠ્ઠીભર લોકોના દેશની અર્થવ્‍યવસ્‍થા પર કબ્‍જો થઇ રહ્યો છે તે દરેક લોકો વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીના મીત્ર છે. વાયનાડથી સાંસદે કહ્યું કે નવા કૃષિ કાયદાને એ પ્રકારે નીર્માણ કરી દેશે. તેઓએ યુવાઓને ખેડુતોને સમર્થન કરવાની અપીલ કરી છે.

રાહુલ ગાંધીએ સરકાર પર હુમલો કરતાં કહ્યું કે સરકારે ત્રણેય કૃષિકાયદાઓ પરત લેવા જ પડશે કારણ કે નવા કૃષિકાયદાથી ખેડૂતોને નુકસાન થવાનું છે. રાહુલ ગાંધીએ પીએમ મોદી પર ટોણો મારતા કહ્યું કે ખેડૂતો પીએમ મોદી કરતા વધારે સમજદાર છે અને સરકાર ભ્રમમાં ન રહે કે ખેડૂતો થાકી જશે.

રાહુલ ગાંધીએ ફરીવાર કહ્યું કે દેશને માત્ર ૩-૪ ઉદ્યોગપતિઓ ચલાવી રહ્યા છે તથા કૃષિ કાયદાથી દેશની ખેતી ઉદ્યોગપતિઓના હાથમાં જતી રહેશે. ખેડૂતો દેશની સામાન્‍ય જનતાની લડાઈ લડી રહ્યા છે. ખેડૂતોની સમસ્‍યાઓને આખો દેશ જોઈ રહ્યો છે પણ સરકાર ખેડૂતોને મૂર્ખ બનાવી રહી છે.

(3:11 pm IST)