Gujarati News

Gujarati News

News of Tuesday, 19th January 2021

ટ્રાફિકના નિયમો ભંગ કરનારાને હવે વાહનના વીમા માટે પણ વધુ પ્રિમીયમ આપવું પડશે !

જેટલો મેમો મળ્યો હશે તે પ્રમાણે તમારે વાહનનો વીમો લેતી વખતે પૈસા પણ વધુ ભરવા પડશે

મુંબઈ તા. ૧૯ : આડેધડ ડ્રાઈવિંગ કરનારાને અત્યારસુધી નિયમો તોડવા બદલ દંડ તો ભરવો જ પડતો હતો, પરંતુ હવે તેમને બીજી એક રીતે પણ ખિસ્સા હળવા કરવા પડી શકે છે. વીમા નિયમનકારી સંસ્થા IRDAI દ્વારા નિયુકત કરાયેલી એક કમિટિએ ભલામણ કરી છે કે ટ્રાફિકના નિયમો તોડનારા પાસેથી ઈન્શ્યોરન્સનું ઉંચું પ્રિમિયમ વસૂલવામાં આવે. જો આ ભલામણનો અમલ થઈ ગયો તો તમને જેટલા મેમો મળ્યા હશે તે પ્રમાણે તમારે વાહનનો વીમો લેતી વખતે પૈસા પણ વધુ ભરવા પડશે.

સોમવારે નવ મેમ્બર્સની બનેલી વર્કિંગ કમિટિએ 'ટ્રાફિક વાયોલેશન પ્રિમિયમ' પર રિપોર્ટ રજૂ કર્યો હતો. આ કમિટિમાં IRDAI ઉપરાંત ઈન્શ્યોરન્સ ઈન્ફોર્મેશન બ્યૂરો અને વીમા કંપનીઓ ઉપરાંત દિલ્હી પોલીસના અધિકારીઓ પણ સામેલ હતા. રિપોર્ટમાં જણાવાયું હતું કે મોટર ઈન્શ્યોરન્સના કોઈપણ સેકશનમાં આ અંગેની જોગવાઈ ઉમેરી શકાય છે.

જો આ ભલામણ લાગુ પડી જાય તો વીમા કંપનીઓ વાહનનો ઈન્શ્યોરન્સ લેનારા વ્યકિતએ ટ્રાફિકના કેવા નિયમોનો કેટલીવાર ભંગ કર્યો છે તેની માહિતી એકત્ર કરીને તેના આધારે પ્રિમિયમ નક્કી કરી શકશે.

હવે મોટાભાગના રાજયોમાં ટ્રાફિકના નિયમો તોડનારા લોકોને કેમેરા દ્વારા પકડીને તેમના ઘરે ઈ-મેમો મોકલવામાં આવે છે. જેની વિગતો વાહનના રજિસ્ટ્રેશન નંબરના આધારે ઓનલાઈન જોઈ શકાય છે. આ ઉપરાંત, કેટલાક રાજયોમાં ટ્રાફિક પોલીસ દ્વારા વસૂલવામાં આવતા દંડની માહિતી પણ હવે ઓનલાઈન થઈ ગઈ છે. તેવામાં જે વાહનનો વીમો લેવાનો હોય તેનો રજિસ્ટ્રેશન નંબર નાખીને તેના પર ઈશ્યૂ થયેલા મેમોની જાણકારી મેળવી શકાય છે.

જોકે, ગુજરાત સહિતના કેટલાક રાજયોમાં પોલીસ દ્વારા લેવાતા દંડની કામગીરી હજુય મેન્યુઅલ જ છે, મતલબ કે જો પોલીસે મેમો આપ્યો હોય તો તેનો ટ્રેક રેકોર્ડ ઓનલાઈન જોવા નથી મળતો, અને વાહનચાલકે ભૂતકાળમાં કેટલીવાર નિયમોનો ભંગ કર્યો છે તેની વિગતો પણ જાણી શકાતી નથી. પરંતુ ધીરે-ધીરે તમામ રાજયોમાં આ કામગીરી ઓનલાઈન કરવાની કામગીરી ચાલી રહી છે.

(2:56 pm IST)
  • પશ્ચિમ બંગાળમાં કેન્દ્રીય મિનિસ્ટર દેબાશ્રી ચૌધરીના રોડ શો દરમિયાન ભાજપ કાર્યકરો ઉપર પથ્થરમારો : ભાગદોડ અને તનાવ વચ્ચે ચૂંટણી વાતાવરણ ગરમાયુ : હુમલાખોરો ના હાથમાં ટીએમસીના ધ્વજ હોવાનો આક્ષેપ access_time 6:49 pm IST

  • રાજકોટની કોટેચા હાઈસ્કુલના પ્રિન્સીપાલ સહિત ૩ કર્મચારીઓ કોરોના સંક્રમિત : તમામ આઈસોલેટેડ : ધો.૧૦-૧૨ના વિદ્યાર્થીઓ માટે સ્કુલ શરૂ થતાં જ કોરોનાનો ફફડાટ : શહેર - જીલ્લામાં મળી હાઈસ્કુલોમાં કુલ ૬ કર્મચારીઓ કોરોનાની ઝપેટમાં access_time 6:25 pm IST

  • પ્રાઇવેટ ડોક્ટર પાસે આંખ ચેક કરાવો : સરકારી હોસ્પિટલના રિપોર્ટ ખોટા જોવા મળ્યા છે : કેન્દ્રીય મિનિસ્ટર ગડકરીનો રાજનાથસિંઘ સાથેનો સંવાદ : મુંબઈમાં કારમાં મુસાફરી વખતે પોતાના ડ્રાયવરને મોતિયો હોવા છતાં આંખ બરાબર હોવાનું સર્ટિફિકેટ લાવ્યો હતો : એક મુખ્યમંત્રીનો ડ્રાયવર બંને આંખે આંધળો હતો : એક કેન્દ્રીય મિનિસ્ટરના ડ્રાયવરની એક આંખ ખરાબ હતી access_time 11:42 am IST