Gujarati News

Gujarati News

News of Tuesday, 19th January 2021

કેરળમાં શરમજનક ઘટના : વરસતો ફીટકાર

૧૭ વર્ષની બાળકી ઉપર ૪૪ નરાધમોનો રેપ

પોલીસે અત્યાર સુધીમાં ૨૦ લોકોની ધરપકડ કરી : ૨૪ હજુ ફરાર

કેરળ તા. ૧૯ : કેરળના મલપ્પુરમ વિસ્તારમાં એક ૧૭ વર્ષીય બાળકીએ આરોપ લગાવ્યો છે કે છેલ્લા ઘણા મહિનાઓમાં ૩૮ પુરૂષો દ્વારા તેના પર બળાત્કાર ગુજારવામા આવ્યો હતો અને તેની સાથે દુર્વ્યવહાર કરવામાં આવ્યો હતો. પોલીસે ૪૪ પુરૂષો વિરૂદ્ઘ કુલ ૩૨ કેસ નોંધાયા છે અને તેમાંથી મોટાભાગના પુરૂષોની ધરપકડ કરવામાં આવી છે. સમાચાર એજન્સી એએનઆઈના અનુસાર અત્યાર સુધીમાં ૨૦ લોકોની ધરપકડ કરવામાં આવી છે.

મહિનાઓથી ચાલી રહેલા આ ગંદી રમતમાં મલપ્પુરમ પોલીસે ત્રણ બળાત્કારના કેસ સહિત ૩૨ કેસ નોંધ્યા છે. કેરળના મલપ્પુરમ જિલ્લાના પંડિક્કડ વિસ્તારમાં છેલ્લા ૫ વર્ષોમાં આવા કેસ સામે આવ્યા છે. જિલ્લા પોલીસ વડાના જણાવ્યા મુજબ યુવતની પોતાની માતા સાથે મલપ્પુરમ જિલ્લાના પંડિક્કડ વિસ્તારમાં એક નાની કોલોનીમાં રહેતી હતી. ૨૦૧૫માં મતાની ફરિયાદના આધારે સ્થાનિક પોલીસમાં ગુમ થયાના કેસો નોંધાયા હતા.

પરિવારે આરોપ લગાવ્યો છે કે યુવતી તેના મિત્ર સાથે ગઈ હતી અને ફરિયાદોના આધારે, તેને શોધી કાઢવામાં આવી અને પરિવારને પરત સોંપવામાં આવી હતી. POCSOના બે કેસ નોંધાયા હતા. ૨૦૧૭માં પરિવારના ફરિયાદના આધારે એક સમાન કેસ ફરીથી દાખલ કરવામાં આવ્યો હતો.

તમામ કેસોમાં આરોપીઓને POCSOની કલમ હેઠળ ધરપકડ કરવામાં આવી છે અને જિલ્લાની વિવિધ અદાલતોમાં કેસ ચાલી રહ્યા છે.

ગયા વર્ષે ડિસેમ્બરમાં તેના પરિવારે ગુમ થયાની નોંધ કરી હતી અને જણાવ્યું હતું કે છોકરી તેના મિત્ર સાથે મોટરસાયકલ પર ગઈ હતી અને ગુમ થઈ ગઈ હતી. તે સગીર હતી, એટલે સ્થાનિક પોલીસે તેને તેનું નિવેદન નોંધવા માટે મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કર્યું હતું.

પોતાના નિવેદનમાં યુવતીએ બે જાતીય હુમલાઓ સહિતા ૧૫ ઘટનાઓનો ઉલ્લેખ કર્યો હતો. ત્યાર બાદ તેને સારવાર માટે મોકલવામાં આવી અને મહિનાઓ પછી, હજી એક નિવેદન નોંધવામાં આવ્યું હતું. આ વખતે યુવતીએ ૧૨ વધુ છેડતીની ઘટનાઓ અને એક દુષ્કર્મના કેસનો ઉલ્લેખ કર્યો હતો.

૧૭ વર્ષની બાળકી હાલમાં ચાઈલ્ડ વેલફેર કમિટી દ્વારા સંચાલિત બચાવ ગૃહમાં રહે છે. પોલીસે ૪૪ લોકો પર ગેરવર્તણૂકના કેસ દાખલ કર્યા છે જયારે ૨૦ લોકોની ધરપકડ થઈ ચૂકી છે.

પોલીસે દુષ્કર્મ માટે ત્રણ અને છેડતીના આરોપસર કુલ ૩૨ કેસ નોંધ્યા હતા. પોલીસે અત્યાર સુધીમાં ૪૪ પુરૂષો સામે ગુનો નોંધ્યો છે, જેમાંથી ૨૦ની ધરપકડ કરવામાં આવી છે. બાકીના ૨૪ લોકોને હજી સુધી કસ્ટડીમાં લેવામાં આવ્યા નથી. પોલીસે કહ્યું કે યુવતી પોતાની માતા સાથે એક નાનકડા મકાનમાં રહેતી હતી અને એકવાર તેની માતા તેના રોજિંદા મજદૂરીના કામ માટે નીકળી ત્યારે, તે એકલી થઈ ગઈ. તે સમયે યુવતીના પાડોશીઓ અને અન્ય લોકો દ્વારા તેને ગેરવર્તણૂક અને દુષ્કર્મનો સામનો કરવો પડ્યો હતો.

(2:56 pm IST)
  • ' ખેતી કા ખૂન ' : કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ બુકલેટ લોન્ચ કરી : નવા કૃષિ કાનૂનથી સમગ્ર દેશની ખેતી ઉપર ચારથી પાંચ કોર્પોરેટ ક્ષેત્રોનો કબજો આવી જશે : પત્રકાર પરિષદમાં સંબોધન કર્યું access_time 8:58 pm IST

  • કોરોના રસીનો જાદુ કે બાયડનના આગમનના પડઘા પડ્યા ? અમેરિકામાં કોરોના કેસમાં ધરખમ ઘટાડો, ૨૪ કલાકમાં દોઢ લાખ કેસ નોંધાયા, ૧૩૯૩ મૃત્યુ : ભારતમાં અભૂતપૂર્વ કોરોના કેસ ઘટી ગયા: ચોવીસ કલાકમાં માત્ર દસ હજાર નવા કેસ અને ૧૩૭ ના મોત: ઈંગ્લેન્ડમાં પણ ઘટાડો નોંધાયો, આજે સવાર સુધીમાં ૩૭ હજાર નવા કેસો: બ્રાઝિલમાં ૨૪ હજાર, રશિયામાં ૨૨ હજાર, જર્મનીમાં અને ઈટાલીમાં ૮ હજાર નવા કેસ થયા છ: ચીનમાં રોજ એકસો ઉપર નવા કેસો, આજે સવારે ૧૧૮ કેસ નોંધાયા: હોંગકોંગમાં ૧૦૭ અને ઓસ્ટ્રેલિયમાં ૧૩ નવા કેસ નોંધાયા access_time 10:30 am IST

  • રાજકોટની કોટેચા હાઈસ્કુલના પ્રિન્સીપાલ સહિત ૩ કર્મચારીઓ કોરોના સંક્રમિત : તમામ આઈસોલેટેડ : ધો.૧૦-૧૨ના વિદ્યાર્થીઓ માટે સ્કુલ શરૂ થતાં જ કોરોનાનો ફફડાટ : શહેર - જીલ્લામાં મળી હાઈસ્કુલોમાં કુલ ૬ કર્મચારીઓ કોરોનાની ઝપેટમાં access_time 6:25 pm IST