Gujarati News

Gujarati News

News of Tuesday, 19th January 2021

સ્વાધ્યાય પરિવારના દીદી (ધનશ્રી તળવલકર)ના જીવનસાથી ડો.શ્રી નિવાસજીનું ૭૨ વર્ષની વયે દુઃખદ નિધન

સ્વાધ્યાય પરિવારના અનુયાયીઓમાં શોકનું મોજું : આજે સાંજે થાણા ખાતે અંતિમ સંસ્કાર

રાજકોટ : સ્વાધ્યાય પરિવારના પ્રવર્તક પશભ્મવિભૂષણ પાંડરંગશાસ્ત્રી આઠવલે (દાદાજી)ના જમાઈ તથા સ્વાધ્યાય પરિવારના પ્રમુખ ધનશ્રી તળવલકર (દોદી)ના જીવનસાથી, ડો. શ્રી. શ્રીનિવાસ તળવલકર (રાવસાહેબ) નું અલ્પકાલીન બિમારીને કારણે તા.૧૮ જાન્યુઆરી, ૨૦૨૧ના રોજ દુઃખદ દેહાવસાન થયું છે. તેઓ ૭૨ વષેના હતા. તેમનું નિવાસસ્થાન હિંદુ કોલોની, માટુંગા ખાતે હતું.

શ્રી રાવ તળવલકર, હિંદુ કોલોનીની તળવલકર હોસ્પિટલના તેમ જ રાહેજા હોસ્પીટલના સંસ્થાપક સદસ્ય એવા જ્યેષ્ઠ ડાયાબીટીસ તજજ્ઞ, સ્વ. ડો. નીલકંઠ તળવલકરના સુપુત્ર હતા.

સ્વાધ્યાય પરિવારનું પ્રચંડ મોટું વૈશ્વિક કાય સંભાળતી વખતે રાવસાહેબનો અત્યંત અણમોલ અને અડગ સાથ દીદીજીને સતત સાંપડ્યો છે. અખિલ સ્વાધ્યાય પરિવાર માટે રાવસાહેબ તળવલકરએ અત્યંત આદરણીય અને લાડકું વ્યક્તિત્વ હતા. રાવસાહેબ તળવલકરના અચાનક નિધનથી સ્વાધ્યાય પરિવારના લાખો સ્વાધ્યાયીઓ પર શોકની ઘેરી છાયા પ્રસરેલી છે.

તેમના અંતિમ સંસ્કાર તા. ૧૯ જાન્યુઆરીના રોજ સાંજે તત્ત્વજ્ઞાન વિદ્યાપીઠ’, થાણા ખાતે કરવામાં આવશે. પરંતુ, કોવિડ-૧૯ ની વતેમાન મયોદાને કારણે અંતિમ સંસ્કાર સમયે માત્ર કુટુંબના અમુક નિકટના વ્યક્તિઓ જ ઉપસ્થિત રહેવાના છે.

(1:44 pm IST)