Gujarati News

Gujarati News

News of Tuesday, 19th January 2021

બિડેન સરકારમાં ભારતીયઓનો દબદબો... શું ભારત સાથે સારા સંબંધોના હિમાયતી બનશે જો બિડેન..?

વિશ્વની નજર કેન્દ્રિત જો બિડેનની નીતિઓ ઉપરઃ ભારતીય મૂળના ૫૬ વર્ષીય કમલા હેરિસ : ઉપરાષ્ટ્રપતિ તરીકે લેશે શપથઃ ઈનોગ્રેશન ડે ઉપર કોરોનાને પગલે માત્ર ૧૨૦૦ વ્યકિતઓને જ આમંત્રણ

(જીતેન્દ્ર રૂપારેલિયા)વાપી, તા.૧૯: અમેરિકા ના નવા  ચૂંટાયેલા રાષ્ટ્રપતિ  જો બિડેન અને ભારતીય મૂળના કમલા હેરિસ આવતી કાલે કે એટલે કે ૨૦મી તારીખ ના રોજ રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ પદે શપથ લેશે. અમેરિકામાં શપથ ગ્રહણ સમારોહ વાળા દિવસને ઇનોગ્રેશન દે કહેવાય છે. સામાન્ય રીતે ઇનોગ્રેશન ડે  ઉપર લાખો લોકો ભેગા થાય છે પરંતુ હાલમાં કોરોનાની મહામારીને પગલે આ શપથ ગ્રહણ સમારોહમાં માત્ર ૧૨૦૦ વ્યકિતઓને જ આમંત્રણ અપાયું છે.

અમેરિકાએ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભારે રસાકસી બાદ ડોનાલ્ડ ટ્રમ્પને હરાવીને જો બિડેન વિજયી બનતા વિશ્વના સૌથી શકિતશાળી દેશ ગણાતા અમેરિકાના રાષ્ટ્રપતિ બનવા જઈ રહ્યા છે. સામાન્ય કરતા આ વેળાની ચૂંટણીમાં કાંટાની ટકકર જોવા મળી હતી જેમાં બિડેનને ૨૭૩ એલેકટ્રોલ મત મળ્યા જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પની તરફેણ માં ૨૧૪ મત આવ્યા હતા  પેન્સિલવેનયા માં બિડેનની જીત બાદ જ આ વિજય નક્કી થઇ હતી.

જ્યારે ઉપરાષ્ટ્રપતિ પદે   શપથ લેનાર કમલા હેરિસ ભારતીય સેનેટર છે અને તેઓ ઉપરાષ્ટ્રપતિ પદ માટે ચૂંટાયેલા પ્રથમ મહિલા છે જે ખરેખર ભારત માટે ગૌરવ ની વાત ગણાય. અત્રે ઉલ્લેખનીય છે કે ચૂંટણીના પરિણામો બાદ જો બિડેન વિજયી જાહેર થતા તેમણે પ્રજાજનોજોગ સંદેશ આપ્યો હતો કે તમે આપણા મહાન દેશ નું નેતૃત્વ કરવા માટે  મને પસંદ કર્યોએ બદલ હું સન્માન અનુભવું છું આગળનું કાર્ય મુશ્કેલ છે પરંતુ હું તમોને વચન આપું છું કે હું બધા અમેરિકનનોનો રાષ્ટ્રપતિ બનીશ, પછી ભલે તમે મને માટે આપ્યો હોઈ કે નહિ ,તમે મારા ઉપર જે વિશ્વાસ વ્યકત કર્યો છે એ હું જાળવી રાખીશ. હવે જયારે જો બિડેન આવતી કાલે રાષ્ટ્રપતિ પદ માટે શપથ લઇ રહ્યા છે ત્યારે ખરેખર તેમની સામે અનેક પડકારો ઉભા છે આપણા માટે તો મહત્વનું એ થઇ રહેશે કે ભારત માટે તેઓ કેટલા ઉપયોગી બનશે . કેવી મિત્રતા નિભાવશે.

(4:11 pm IST)
  • સુભાષબાબુનો જન્મદિવસ પરાક્રમ દિવસ તરીકે દર વર્ષે દેશ આખો ઉજવશે : મોદી સરકારની જાહેરાત ૨૩ જાન્યુઆરીએ નેતાજી સુભાષચંદ્ર બોઝનો જન્મ દિવસ 'પરાક્રમ દિવસ' તરીકે ઉજવવાની મોદી સરકારે જાહેરાત કરી છે. દર વર્ષે 'પરાક્રમ દિવસ' તરીકે સુભાષબાબુનો જન્મ દિવસ ઉજવવામાં આવશે તેમ સાંસ્કૃતિક બાબતોના કેન્દ્રીય મંત્રાલય આજે જાહેર કરેલ છે. access_time 11:35 am IST

  • અમે કોઈપણ ધર્મ કે જાતિનું અપમાન કરવા માંગતા નથી : અમારી સિરીઝથી કોઈની લાગણી દુભાઈ હોય તો માફી માંગીએ છીએ : તાંડવ વેબસીરીઝ મામલે દેશભરમાં ઉઠેલા વિરોધને ધ્યાને લઇ ડાયરેક્ટર ,પ્રોડ્યુસરે માફી માંગી : સિરીઝમાંથી વિવાદાસ્પદ ભાગ કાઢી નાખવાની ખાત્રી આપી access_time 8:44 pm IST

  • દેશમાં કોરોના હાંફી ગયો :નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો : એક્ટિવ કેસના આંકમાં સતત ઘટાડો : રાત્રે 11-30 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 13,566 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1,05,96,228 થઇ :એક્ટિવ કેસ 1,94,247 થયા: વધુ 16,976 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,02,44,839 થયા :વધુ 154 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,52,747 થયા access_time 1:03 am IST