Gujarati News

Gujarati News

News of Tuesday, 19th January 2021

મહારાષ્ટ્રમાં ગ્રામ પંચાયત ચૂંટણીના પરિણામ : સૌથી વધારે બેઠક પર જીત સાથે શિવસેના નંબર ૧ પર : ભાજપ પાછળ

મુંબઇ તા. ૧૯ : મહારાષ્ટ્રમાં થયેલ ગ્રામ પંચાયત ચૂંટણીના પરિણામોનું ચિત્ર હવે સ્પષ્ટ થઇ ગયું છે. પરિણામમાં સત્તાધારી પાર્ટી શિવસેના સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી આવી છે, જયારે ભારતીય જનતા પાર્ટી બીજા નંબર પર રહી છે. મંગળવારે સવાર સુધી આવેલા પરિણામોમાં શિવસેનાએ કુલ ૩૧૧૩ બેઠક પર જીત મેળવી છે.

મહારાષ્ટ્રમાં થયેલ ગ્રામ પંચાયત ચૂંટણીના પરિણામોનું ચિત્ર સ્પષ્ટ મળ્યું છે. જેમાં શિવસેના સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી છે. જ્યારે ભારતીય જનતા પાર્ટી બીજા નંબર પર રહી છે.

ઉલ્લેખનીય મહારાષ્ટ્રના ૩૪ જિલ્લાઓની ૧૨,૭૧૧ ગ્રામ પંચાયત બેઠક પર ચૂંટણી યોજાઇ હતી, જેનું પરિણામ ગઇકાલે જાહેર કરાયું હતું.

ઉલ્લેખનીય છે કે ઉદ્ઘવ ઠાકરેના નેતૃત્વવાળા ચાલી રહેલ મહા વિકાસ અઘાડીના ગઠબંધન સરકાર સામે આવેલ આ મોટો રાજકીય પડકાર હતો. જેમાં જો કોંગ્રેસ, એનસીપી અને શિવસેનાના ગઠબંધનના પરિણામોને જોઇએ તો અંદાજે

કોને કેટલી બેઠક મળી

શિવસેના

૩૧૧૩

ભાજપ

૨૬૩૨

એનસીપી

૨૪૦૦

કોંગ્રેસ

૧૮૨૩

મનસે

૩૬

અપક્ષ

૨૩૪૪

(11:41 am IST)