Gujarati News

Gujarati News

News of Tuesday, 19th January 2021

પેટ્રોલ - ડિઝલના ભાવમાં ભડકો : દિલ્હીમાં પેટ્રોલ ૮૫ને પાર

આજે ફરી તેલ કંપનીઓએ ભાવમાં વધારો ઝીંકયો બંનેમાં ૨૫-૨૫ પૈસાનો વધારો

નવી દિલ્હી તા. ૧૯ : વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમા નરમાઇ હોવા છતા ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ સતત વધીને નવી ઉંચાઇએ પહોંચી રહ્યા છે. ગઇકાલે ઐતિહાસિક ઉંચો ભાવ બનાવ્યા બાદ સતત બીજા દિવસે પેટ્રોલ-ડીઝલના ભાવ રેકોર્ડ હાઇ લેવલે પહોંચી ગયા છે. આજે મંગળવારે દિલ્હીમાં પેટ્રોલનો ભાવ ૮૫.૨૦ રૂપિયાના પ્રતિ લિટરના સ્તરે પહોંચી ગયો છે જે અત્યાર સુધીનો સૌથી ઉંચો ભાવ છે. તો ડીઝલનો ભાવ ૭૫.૩૮ રૂપિયા પ્રતિ લિટરે પહોંચી ગયો છે. આજે બંને ઇંધણની કિંમતોમાં ૨૫-૨૫ પૈસા પ્રતિ લિટર વધારો થયો છે.

નવા વર્ષે પેટ્રોલિયમ ઇંધણના ભાવ વાહનચાલકો માટે ખર્ચાઇ રહ્યા છે. નવા વર્ષ ૨૦૨૧ના ૧૯માંથી માત્ર છ દિવસ દિવસ જ પેટ્રોલ મોંઘ થયુ પણ તોતિંગ ભાવવધારો પ્રતિ લિટર દીઠ ૧.૪૯ રૂપિયા રહ્યો છે. તેની પૂર્વે વિતેલા વર્ષના બીજા છ માસિકગાળામં ભાવ નોંધપાત્ર વધ્યા છે. તો વિતેલા ૧૦ મહિનામાં પેટ્રોલની કિંમતમાં પ્રતિલિટર દીઠ ૧૫ રૂપિયાનો કમરતોડ વધારો થયો છે.

ચાલુ વર્ષે ડીઝલની કિંમતોમાં પણ રોકાઇ-રોકાઇને વધી રહી છે. નવા વર્ષ ૨૦૨૧ના ૧૯માંથી માત્ર છ દિવસ દિવસ જ પેટ્રોલ મોંઘ થયુ પણ તોતિંગ ભાવવધારો પ્રતિ લિટર દીઠ ૧.૫૧ રૂપિયા રહ્યો છે. તેની પૂર્વે વિતેલા વર્ષના બીજા છ માસિકગાળામં ભાવ નોંધપાત્ર વધ્યા છે. તો વિતેલા ૧૦ મહિનામાં પેટ્રોલની કિંમતમાં પ્રતિલિટર દીઠ ૧૩ રૂપિયાનો કમરતોડ વધારો થયો છે.

(11:40 am IST)