Gujarati News

Gujarati News

News of Tuesday, 19th January 2021

આંતરરાષ્‍ટ્રીય દબાણ બાદ ઈમરાન સરકારે કાર્યવાહી શરૂ કરતા

દાઉદ ભારે ટેન્‍શનમાં: પરિવારને દેશ બહાર મોકલ્‍યો

નવી દિલ્‍હી, તા. ૧૯ :. ભારતના મોસ્‍ટ વોન્‍ટેડ ત્રાસવાદી દાઉદ ઈબ્રાહીમ હાલ ભારે ડરનો સામનો કરી રહ્યો છે તેથી તેણે પોતાના પરિવારના ખાસ સભ્‍યોને પાકિસ્‍તાનની બહાર ગુપચુપ મોકલી દીધા છે. ભારતના પ્રયાસોના પરિણામે આંતરરાષ્‍ટ્રીય સમુદાય તરફથી પાકિસ્‍તાન પર આતંકી નેટવર્ક વિરૂદ્ધ કાર્યવાહી કરવા ભારે દબાણ છે. હાલમાં જ ઈમરાન સરકારે જૈશના વડા મસુદ અઝહર અને મુંબઈ હુમલાના માસ્‍ટર માઈન્‍ડ લખવી પર લાલ આંખ કરી છે. આ પછી દાઉદ ભારે ડરી ગયો છે અને તેણે પરિવારને બહાર મોકલી દીધો છે.

ભારતના ગુપ્‍તચર સૂત્રોએ જણાવ્‍યુ છે કે દાઉદે પરિવારના જે સભ્‍યોને પાકિસ્‍તાન બહાર મોકલી દીધા છે તેમા પુત્ર અને બે નાના ભાઈના બાળકો સામેલ છે. આ પહેલા દાઉદે પોતાની મોટી પુત્રી મહારૂખ માટે પોર્ટુગલ પાસપોર્ટની વ્‍યવસ્‍થા કરી હતી. તેણીના લગ્ન મિયાદાદના પુત્ર જુનેદ સાથે થયા હતા. દાઉદ અત્‍યારે કરાંચીથી પોતાનો વેપલો ચલાવી રહ્યો છે.

દાઉદનો નાનો ભાઈ મુસ્‍તકીમ અલી કાશકર પહેલેથી દુબઈમાં છે. તે યુએઈ, બહેરીન અને કતારમાં ડી કંપનીનો બીઝનેશ સંભાળે છે. તેની યુએઈમાં ગારમેન્‍ટની ફેકટરી છે.

ગુપ્તચર સૂત્રોના જણાવ્‍યા પ્રમાણે કરાંચીમાં ડીફેન્‍સ હાઉસીંગ વિસ્‍તારમાં રહેતો દાઉદનો ભાઈ અનીસ પણ બે સપ્તાહથી દેખાયો નથી. દાઉદનો સાથીદાર છોટા શકીલ પણ કયાંક છુપાઈ ગયો છે. અનીસ અત્‍યાર સુધી સિંધ પ્રાંતમાં મેહરાન પેપર મીલ સંભાળતો હતો જે કરાંચીથી ૧૫૪ કિ.મી. દૂર છે. ત્‍યાં ભારતની કરન્‍સી નોટ કથીત રીતે છપાતી રહી છે.

ઈમરાન સરકારે કાર્યવાહી શરૂ કરતા દાઉદ હેરાન-પરેશાન છે. જો આંતરરાષ્‍ટ્રીય દબાણ ચાલુ રહ્યુ તો દાઉદ માટે છુપાવુ મુશ્‍કેલ બનશે.

(11:04 am IST)
  • પ્રાઇવેટ ડોક્ટર પાસે આંખ ચેક કરાવો : સરકારી હોસ્પિટલના રિપોર્ટ ખોટા જોવા મળ્યા છે : કેન્દ્રીય મિનિસ્ટર ગડકરીનો રાજનાથસિંઘ સાથેનો સંવાદ : મુંબઈમાં કારમાં મુસાફરી વખતે પોતાના ડ્રાયવરને મોતિયો હોવા છતાં આંખ બરાબર હોવાનું સર્ટિફિકેટ લાવ્યો હતો : એક મુખ્યમંત્રીનો ડ્રાયવર બંને આંખે આંધળો હતો : એક કેન્દ્રીય મિનિસ્ટરના ડ્રાયવરની એક આંખ ખરાબ હતી access_time 11:42 am IST

  • કોરોના રસીનો જાદુ કે બાયડનના આગમનના પડઘા પડ્યા ? અમેરિકામાં કોરોના કેસમાં ધરખમ ઘટાડો, ૨૪ કલાકમાં દોઢ લાખ કેસ નોંધાયા, ૧૩૯૩ મૃત્યુ : ભારતમાં અભૂતપૂર્વ કોરોના કેસ ઘટી ગયા: ચોવીસ કલાકમાં માત્ર દસ હજાર નવા કેસ અને ૧૩૭ ના મોત: ઈંગ્લેન્ડમાં પણ ઘટાડો નોંધાયો, આજે સવાર સુધીમાં ૩૭ હજાર નવા કેસો: બ્રાઝિલમાં ૨૪ હજાર, રશિયામાં ૨૨ હજાર, જર્મનીમાં અને ઈટાલીમાં ૮ હજાર નવા કેસ થયા છ: ચીનમાં રોજ એકસો ઉપર નવા કેસો, આજે સવારે ૧૧૮ કેસ નોંધાયા: હોંગકોંગમાં ૧૦૭ અને ઓસ્ટ્રેલિયમાં ૧૩ નવા કેસ નોંધાયા access_time 10:30 am IST

  • દેશમાં ૨૪ કલાકમાં કોરોનાના ૧૦૦૬૪ દર્દી આવ્યાઃ ૧૩૭ના મોતઃ કુલ કેસ થયા ૧ કરોડ ઉપરઃ ૧,૫૨,૫૫૬ મોત : નવી દિલ્હીઃ છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં કોરોનાના ૧૦૦૬૪ નવા દર્દી સામે આવ્યા છે અને એ દરમ્યાન ૧૩૭ના મોત થયા છેઃ દેશમાં કુલ કેસ ૧,૦૫,૮૧,૮૩૭ થયા છે, જેમાં ૨૦૦૫૨૮ એકટીવ કેસ છે જ્યારે ૧ કરોડ ૦૨ લાખથી વધુ રીકવર થયા છેઃ કુલ મૃત્યુ ૧૫૨૫૫૬ના થયા છેઃ ગઈકાલે ૭,૦૯,૭૯૧ ટેસ્ટ કરાયા હતાઃ આ સાથે કુલ ટેસ્ટીંગ ૧૮,૭૮,૦૨,૮૨૭ થયા છે access_time 11:35 am IST