Gujarati News

Gujarati News

News of Tuesday, 19th January 2021

સેટેલાઇટ ઈમેજે ચીનની લુચ્ચાઈ પકડી પાડી : અરુણાચલ પ્રદેશમાં 101 મકાનો સાથેનું નવું નગર વસાવી લીધું : ભારત અને ચીન વચ્ચેના વિવાદિત વિસ્તારમાં ચીનનું કારસ્તાન : ભારતનો 4.5 કિલોમીટર જેટલો વિસ્તાર આવરી લીધો

ન્યુદિલ્હી : પડોશી દેશોની  હદમાં ઘુસી પોતાનો વિસ્તાર વધારવા સતત કાર્યશીલ રહેતા ચીનની વધુ એક લુચ્ચાઈ બહાર આવી છે.એનડીટીવી દ્વારા કરાયેલી તપાસમાં જાણવા મળ્યા મુજબ ચીને અરુણાચલ પ્રદેશમાં 101 મકાનો સાથેનું નવું નગર વસાવી લીધું છે. સેટેલાઇટ ઇમેજ દ્વારા જાણવા મળતા ફોટાઓ  નિષ્ણાતોને બતાવવામાં આવ્યા હતા. જેઓના મંતવ્ય મુજબ ચીને  ભારત અને ચીન વચ્ચેના વિવાદિત વિસ્તારમાં  કરેલા બાંધકામમાં ભારતનો 4.5 કિલોમીટર જેટલો વિસ્તાર આવરી લીધો છે.જે બાબત ભારત માટે ચિંતાજનક છે.

101 મકાનો સાથેનું આ નવું નગર ત્સારી ચૂ નદીના કાંઠે વસાવાયું છે.જે વિસ્તાર વર્ષોથી વિવાદિત હદમાં આવેલો છે.હિમાલયની પૂર્વીય પર્વતમાળામાં બાંધવામાં આવેલું  આ નગર 1 નવેમ્બર 20 ના રોજ સેટેલાઇટ દ્વારા પાડવામાં આવેલી તસ્વીરોમાં દેખાયું હતું.જે ત્યાર પહેલાની 26 ઓગસ્ટ 2019 ની તસ્વીરોમાં જોવા મળ્યું નહોતું.તેથી તે છેલ્લા 1 વર્ષમાં બાંધવામાં આવ્યું હોવાનું જણાય છે.

ઉપરોક્ત બાબતે એનડીટીવીએ કેન્દ્ર સરકાર પાસેથી મેળવેલા ખુલાસા મુજબ બંને દેશો વચ્ચે ઇન્ફાસ્ટ્રકચર અંગે સમજૂતી થઇ છે.જે મુજબ ભારતે પણ રોડ,રસ્તાઓ ,પુલો વગેરેનું નિર્માણ કર્યું છે.

ચીનએ કરેલા ઉપરોક્ત પગપેસારા અંગે અરુણાચલ પ્રદેશના ભાજપના એમ.પી.એ લોકસભામાં ધ્યાન દોર્યું છે .જે મુદ્દે સરકારની સતત નિગેહબાની હોવાનું જાણવા મળ્યું હતું. સોવેરીયર જનરલ ઓફ ઇન્ડિયાના અધિકૃત નકશામાં પણ ઉપરોક્ત નગર વસાવાયું હોવાનું જાણવા મળ્યું છે.તેવું એનડીટીવી દ્વારા જાણવા મળે છે.

(12:00 am IST)