Gujarati News

Gujarati News

News of Monday, 18th January 2021

કોરોના બાદ હવે નવા વાયરસનો ખતરો : ધુંધળા પશુઓને ગાંઠદાર ત્વચા રોગ બનાવે છે નિશાન

કેરલના વાયનાડ જિલ્લાના કામ્મના ગામમાં એક અજીબ પરંતુ પરિચિત ભય પ્રસરેલો

 

નવી દિલ્હી : કેરલના વાયનાડ જિલ્લાના કામ્મના ગામમાં એક અજીબ પરંતુ પરિચિત ભય પ્રસરેલો છે. અહીં ડર કેટલાક અંશે કોવિડ-19 જેવો છે. વરખતે વાયરસ પણ અલગ છે અને હોસ્ટ (વાયરસનો શિકાર) પણ અલગ

કમ્મનાના રહેવાસી સાજી જોસેફ કહે છે કે, “મને ખબર નથી કે, મારી પાંચમાંથી ત્રણ જર્સી ગાયોને બિમારી ક્યારે થઈ અને કેવી રીતે. જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં અચાનક તેજ તાવ સાથે તેમના શરીર પર ગાંઠો દેખાવા લાગી. એક સપ્તાહની અંદર તેઓ કમજોર થઈ ગઈ. ઓછા દૂધ ઉત્પાદનથી મને પ્રતિદિવસ 700 રૂપિયાનું નુકશાન થઈ રહ્યું છે.”

ગામના અન્ય 200 પશુપાલન કરતાં ખેડૂતો પણ આવી સમસ્યા સામે ઝઝૂમી રહ્યાં છે. અહીં સુધી કે, રોગથી સંક્રમિત બળદ પણ કૃષિ કાર્ય કરવામાં અસમર્થ છે.

થાનિક પશુચિકિત્સકોએ તેને નોડ્યુલર ત્વચાકોપ (એલએસડી) તરીકે ઓળખાવી છે. તે એક વાયરલ રોગ છે જે પશુઓમાં લાંબા સમય સુધી અસ્વસ્થાના કારણે આવે છે. તે સમગ્ર શરીરમાં બે થી પાંચ સેન્ટિમીટર વ્યાસના નોડ્યુલ્સ (ગાંઠ)ના રૂપમાં થાય છે. ખાસ કરીને માથા, ગળા, લિંબ્સ અને જનનાંગોની આસપાસ.

ગાંઠમાંથી ધીમે-ધીમે મોટા અને ઉંડા ઘાવ બની જાય છે. એલએસડી વાયરસ મચ્છરો અને ઈતરડીઓ દ્વારા સરળતાથી ફેલાય છે. લાળ અને ભોજનના માધ્યમથી પણ ફેલાય છે. પશુ ચિકિત્સકોનું કહેવું છે કે, બિમારીની હાલમાં કોઈ સારવાર ઉપલબ્ધ નથી. ભારતમાં પ્રથમ વખત જોવા મળી છે.

ઐતિહાસિક રૂપથી એલએસડી આફ્રિકા સુધી સીમિત રહી છે, જ્યાં પ્રથમ વખત 1929માં શોધવામાં આવી હતી. પરંતુ હાલના વર્ષોમાં બિમારી અન્ય દેશોમાં ફેલાઈ છે. 2015માં તુર્કી અને ગ્રીસ જ્યારે 2016માં બાલ્કન, કોકેશિયાન દેશો અને રશિયામાં તબાહી મચાવી હતી.

જૂલાઈ 2019માં બાંગ્લાદેશ પહોંચ્યા પછી, તે એશિયન દેશોમાં ફેલાઈ રહી છે. ફૂડ એન્ડ એગ્રિકલ્ચર ઓર્ગેનાઇઝેશન (એફએફઓ) દ્વારા જોખમ મૂલ્યાંકન અહેવાલ મુજબ, બિમારી 2020ના અંત સુધી સાત એશિયન દેશો, ચીન, ભારત, નેપાળ, તાઈવાન, ભૂતાન, વિયેતનામ અને હોંગકોંગમાં ફેલાઈ ચૂકી હશે. તે ઉપરાંત દક્ષિણ-પૂર્વ એશિયાના ઓછામાં ઓછા 23 દેશો પર એલએસડીનો ખતરો મંડરાઈ રહ્યો

(12:15 am IST)