Gujarati News

Gujarati News

News of Sunday, 19th January 2020

3500 કિલોમીટરની મારક ક્ષમતા વાળી k -4 બેલેસ્ટિક મિસાઇલનું સફળ પરીક્ષણ

પરમાણુ-સંચાલિત સબમરીન પર કરવામાં આવશે તહેનાત

નવી દિલ્હી : ભારતે પરમાણુ હુમલો કરવામાં સક્ષમ બેલેસ્ટિક મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું છે. રવિવારે આંધ્ર પ્રદેશના કિનારાથી 3500 કિલોમીટરની મારક ક્ષમતા વાળી k-4 બેલેસ્ટિક મિસાઇલનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે

આ સબમરીન મિસાઇલને રક્ષા અનુસંધાન અને વિકાસ સંગઠન (DRDO)એ તૈયાર કરી છે. આ મિસાઇલને ભારતીય નેવીના સ્વદેશી આઇએનએસ અરિહંત-શ્રેણીના પરમાણુ સંચાલિત સબમરીન પર તહેનાત કરવામાં આવશે.

આ મિસાઇલ જમીનથી હવામાં સચોટ નિશાન ભેદવામાં સક્ષમ છે. QRSAM સિસ્ટમ હેઠળ કોઇ સૈન્ય અભિયાન હેઠળ મિસાઇલ પણ ગતિશીલ રહે છે અને દુશ્મનના વિમાન અથવા ડ્રોન પર નજર રાખતા તેને તાત્કાલિક નિશાન બનાવે છે.

(10:46 pm IST)