Gujarati News

Gujarati News

News of Sunday, 19th January 2020

CAA અને NRC ભારતનો આંતરિક મામલો : જોકે કાયદાની જરૂર નહોતી : બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાનું નિવેદન

બાંગ્લાદેશ તરફ પ્રયાણની કોઇ જાણકારી નથી: કોઈ પ્રવાસી પરત ફરી રહ્યા નથી

નવી દિલ્હીમાં થયેલા રાયસીના ડાયલોગમાં બાંગ્લાદેશના સામેલ નહીં થવાના મુદ્દે ચર્ચા ચાલી હતી કે નાગરીકતા સુધારા કાયદા અને એનઆરસીને લઇને બાંગ્લાદેશે ભારત સાથે અંતર બનાવ્યું છે.

   આ દરમિયાન બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાએ સીએએ અને એનઆરસી પર નિવેદન આપીને બાંગ્લાદેશનું વલણ સ્પષ્ટ કર્યું છે. શેખ હસીનાએ જણાવ્યું છે કે નાગરીકતા સુધારા કાયદો અને એનઆરસી ભારતનો આંતરિક મુદ્દો છે. પરંતુ સાથે જ કહ્યું કે આ કાયદાની કોઇ જરૂરિયાત ન હતી.

   શેખ હસીનાએ ગલ્ફ ન્યૂઝને આપેલા ઇન્ટરવ્યુમાં જણાવ્યું કે સમજણ નથી પડી રહી કે ભારત સરકારે આવું શા માટે કર્યું. આ જરૂરી ન હતુ. ભારતમાંથી લોકોના બાંગ્લાદેશ તરફ પ્રયાણની કોઇ જાણકારી નથી. ભારતમાંથી કોઇ પ્રવાસી પરત ફરી રહ્યા નથી.

   પરંતુ ભારતમાં લોકો ઘણી તકલીફોનો સામનો કરી રહ્યા છે. તેમણે કહ્યું કે બાંગ્લાદેશે હંમેશા કહ્યું છે કે નાગરીકતા કાયદો અને એનઆરસી ભારતનો આંતરિક મામલો છે. બાંગ્લાદેશ અને ભારતના સંબંધો વર્તમાન સમયમાં સર્વશ્રેષ્ઠ છે અને વ્યાપક ક્ષેત્રમાં સહયોગ કરી રહ્યા છે.

(9:00 pm IST)