Gujarati News

Gujarati News

News of Sunday, 19th January 2020

ટોચની ૧૦ કંપની પૈકીની ૬ કંપનીની મૂડીમાં વધારો થયો

એચયુએલની માર્કેટ મૂડી સૌથી વધુ વધી : માર્કેટ મુડીની દ્રષ્ટિએ આરઆઈએલ હજુય પ્રથમ ક્રમાંકે

મુંબઈ, તા. ૧૯ : શેરબજારમાં છેલ્લા સપ્તાહના કારોબાર દરમિયાન સેંસેક્સની ટોચની ૧૦ કંપનીઓ પૈકીની છ કંપનીઓની માર્કેટ મૂડીમાં સંયુક્તરીતે ૬૨૭૭૨.૯૫ કરોડ રૂપિયાનો વધારો થયો છે. આ ગાળા દરમિયાન હિન્દુસ્તાન યુનિલીવર અને રિલાયન્સની માર્કેટ મૂડીમાં સૌથી વધુ વધારો થયો છે. આ સપ્તાહના ગાળા દરમિયાન ટીસીએસ, ઇન્ફોસીસ, કોટક મહિન્દ્રા અને આઈટીસીની માર્કેટ મૂડીમાં વધારો થયો છે. બીજી બાજુ એચડીએફસી બેંક, એચડીએફસી, આઈસીઆઈસીઆઈ બેંક અને એસબીઆઈની માર્કેટ મૂડીમાં ઘટાડો થયો છે. હિન્દુસ્તાન યુનિલીવરની માર્કેટ મૂડી સૌથી વધુ ૨૨૮૨૭ કરોડ વધીને ૪૪૫૭૭૮.૧૦ કરોડ થઇ ગઈ છે જ્યારે રિલાયન્સની માર્કેટ મૂડી વધીને હવે ૧૦૦૨૦૦૯.૧૧ કરોડ થઇ છે. ટીસીએસની માર્કેટ મૂડીમાં પણ આ ગાળા દરમિયાન વધારો થયો છે. તેની માર્કેટ મૂડી હવે ૮૩૨૨૯૭.૬૯ કરોડ થઇ છે. આ ગાળા દરમિયાન એસબીઆઈની માર્કેટ મૂડીમાં સૌથી વધુ ૧૨૭૧૭.૬ કરોડ રૂપિયાનો ઘટાડો થયો છે.

           આ ઉપરાંત આઈસીઆઈસીઆઈ બેંકની માર્કેટ મૂડી ઘટીને હવે ૩૪૩૪૭૭.૦૬ કરોડ થઇ ગઇ છે. એચડીએફસી બેંકની માર્કેટ મૂડીમાં પણ ઘટાડો થયો છે. માર્કેટ મૂડીની દ્રષ્ટિએ આરઆઈએલ પ્રથમ ક્રમાંક ઉપર અકબંધ છે. ટીસીએસ બીજા સ્થાન પર છે. છેલ્લા સપ્તાહના કારોબાર દરમિયાન સેંસેક્સમાં ૩૪૬ પોઇન્ટનો ઉછાળો રહ્યો હતો. આવતીકાલથી શરૂ થતા નવા કારોબારી સેશનમાં માર્કેટ મૂડીને વધારવા માટે કંપનીઓ વચ્ચે ફરી એકવાર તીવ્ર સ્પર્ધા રહે તેવી શક્યતા છે.

માર્કેટ મૂડીમાં વધારો.....

મુંબઈ,તા.૧૯ : શેરબજારમાં છેલ્લા સપ્તાહના કારોબાર દરમિયાન ટોચની ૧૦ કંપનીઓ પૈકીની ૬ કંપનીઓની માર્કેટ મૂડીમાં સંયુક્તરીતે વધારો થયો છે.  હિન્દુસ્તાન યુનિલીવર અને રિલાયન્સની માર્કેટ મૂડીમાં સૌથી વધુ વધારો આ ગાળા દરમિયાન થયો છે. બીજી બાજુ ટીસીએસ અને ઇન્ફોસીસની માર્કેટ મૂડીમાં પણ વધારો થયો છે. કોની માર્કેટ મૂડીમાં કેટલો વધારો થયો તે નીચે મુજબ છે.

કંપની

માર્કેટ મૂડીમાં વધારો

કુલ માર્કેટ મૂડી

એચયુએલ

૨૨૮૨૭.૯૪

૪૪૫૭૭૮.૧૦

રિલાયન્સ

૨૦૮૯૦.૫૮

૧૦૦૨૦૦૯.૧૧

ઇન્ફોસીસ

૧૨૬૦૫.૫૭

૩૨૬૯૯૯.૩૯

કોટક મહિન્દ્રા

૨૫૯૯.૦૦

૩૨૪૪૫૫.૫૧

આઈટીસી

૨૨૭૩.૮૬

૨૯૪૮૦૨.૬૫

ટીસીએસ

૧૫૭૬.૦૦

૮૩૨૨૯૭.૬૯

નોંધ : તમામ આંકડા કરોડમાં છે.

માર્કેટ મૂડીમાં ઘટાડો.....

મુંબઈ,તા.૧૯ : શેરબજારમાં છેલ્લા સપ્તાહના ગાળા દરમિયાન ટોચની ૧૦ કંપનીઓ પૈકીની ૪ કંપનીઓની માર્કેટ મૂડીમાં ઘટાડો થયો છે. છેલ્લા સપ્તાહમાં દેશની સૌથી મોટી બેંક એસબીઆઈની માર્કેટ મૂડીમાં સૌથી વધુ ઘટાડો થયો છે. આ ઉપરાંત મોટાભાગે બેકિંગ કંપનીઓની માર્કેટ મૂડીમાં ઘટાડો જોવા મળ્યો છે. હવે સ્થિતિ સુધારવાની તક રહેલી છે. માર્કેટ મૂડી ચિત્ર નીચે મુજબ છે.

કંપની

માર્કેટ મૂડીમાં ઘટાડો

કુલ માર્કેટ મૂડી

એસબીઆઈ

૧૨૭૧૭.૬

૨૮૩૮૦૨.૬૫

આઈસીઆઈસીઆઈ

૬૦૪૦.૮૩

૩૪૩૪૭૭.૦૬

એચડીએફસી બેંક

૨૯૩૦.૨૧

૬૯૯૮૮૧.૯૦

એચડીએફસી

૭૨૬.૧૯

૪૨૪૨૯૩.૮૬

નોંધ : તમામ આંકડા કરોડમાં છે.

(8:15 pm IST)