Gujarati News

Gujarati News

News of Sunday, 19th January 2020

ભારતમાં વોટ્સએપ ડાઉન :સ્ટિકર્સ અને મીડિયા ફાઈલ્સ મોકલવામાં યુઝર્સને પડી રહી છે મુશ્કેલી

રવિવારે સાંજે લાખો યૂઝર્સોને પરેશાની : અન્ય પ્લેટફોર્મ પણ ઢગલો કોમેન્ટ કરી રહ્યાં છે

મુંબઈ : જાણીતી મેસેજીંગ સર્વિસ વોટ્સએપ ભારતમાં અચાનક ડાઉન થઈ ગઈ છે. રવિવારે સાંજે વોટ્સએપ ડાઉન થવાના કારણે યુઝર્સને એપ પર સ્ટિકર્સ અને મીડિયા ફાઈલ્સ મોકલવામાં મુશ્કેલી થઈ રહી છે. ભારતનાં કરોડો યુઝર્સે વોટ્સએપ ડાઉન થવાની ફરિયાદ કરી અને બાકીના અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તેના વિશે લખી રહ્યા છે

વોટ્સએપ યુઝર્સે પ્લેટફોર્મ ડાઉન થવાની ફરિયાદ તો કરી જ છે સાથે ઈન્ટરનેટ સર્વિસ પણ ડાઉન થવા પર નજર રાખનારી અને તેને મોનીટર કરતી વેબસાઈટ Downdetector તરફથી કન્ફર્મ કરવામાં આવ્યુ છેકે, ભારતમાં વોટ્સએપ ડાઉન થઈ ગયુ છે. યુઝર્સને સ્ટિકર્સ મોકલવામાં મુશ્કેલી થઈ રહી છે

ડાઉનડિટેક્ટર તરફથી કહેવામાં આવ્યું છે કે સાંજના 6 વાગ્યા સુધીમાં ત્રણ હજારથી વધુ યુઝર્સે વોટ્સએપમાં સમસ્યાઓનો રિપોર્ટ નોંધાવ્યો છે. લગભગ 57 ટકા યુઝર્સને મેસેજ, સ્ટીકરો અને મીડિયા ફાઇલો મોકલવામાં અથવા રિસિવ કરવામાં મુશ્કેલી આવી, જ્યારે 41 ટકા લોકોને કનેક્શનની સમસ્યા વિશે જાણ કરી હતી.

(7:16 pm IST)