Gujarati News

Gujarati News

News of Sunday, 19th January 2020

પાંચ વર્ષમાં અકસ્માત તેમજ આપઘાતમાં ૨૨૦૦ના મોત

સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સને લઇ આંકડા જારી : ૨૦૧૮માં અકસ્માતોમાં સીએપીએફના ૧૦૪ જવાનોના મોત થયા જ્યારે ૨૮ જવાને આપઘાત કર્યો : આંક જારી

નવીદિલ્હી, તા. ૧૯ : ૨૦૧૪થી ૨૦૧૮ વચ્ચેના પાંચ વર્ષના ગાળામાં જ સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સ (સીએપીએફ)ના ૨૨૦૦ જવાનોના મોત થયા છે અથવા તો આપઘાત થયા છે. આ પ્રકારના આંકડા હાલના વર્ષોમાં ચોક્કસપણે ઘટ્યા છે. નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરોના આંકડામાં જણાવવામાં આવ્યું છે કે, વર્ષ ૨૦૧૮માં ૧૦૪ સીએપીએફના જવાનોના અકસ્માતમાં મોત થયા છે જ્યારે ૨૮ દ્વારા આપઘાત કરવામાં આવ્યો છે. આની સાથે જ આ વર્ષનો કુલ આંકડો ૧૩૨નો રહ્યો છે. ૨૦૧૪માં જ્યારે સીએપીએફ સાથે સંબંધિત આવા કેસોના આંકડા પ્રથમ વખત એકત્રિત કરવાની શરૂઆત નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો દ્વારા કરવામાં આવ્યો ત્યારે ૧૨૩૨ અકસ્માત સંબંધિત મોતના આંકડા નોંધાયા હતા અને આપઘાતનો આંકડો ૧૭૫નો રહ્યો હતો.

            જુદા જુદા વર્ષોમાં મોતનો આંકડો ઉલ્લેખનીયરીતે રહ્યો છે. અકસ્માત સંબંધિત મોતનો આંકડો જુદા જુદા વર્ષોમાં અલગ અલગ રહ્યો છે. જો કે, આમા ઘટાડો પણ થયો છે. આંકડા દર્શાવે છે કે, ૨૦૧૪થી ૨૦૧૮ વચ્ચેના ગાળામાં ૧૯૦૨ સીએપીએફ કર્મચારીઓના અકસ્માતમાં મોત થયા છે જ્યારે ૩૯૭ આપઘાતના કેસ નોંધાયા છે. આનો મતલબ એ થયો કે, ૨૦૧૪થી ૨૦૧૮ વચ્ચેના ગાળામાં આવી ખુવારીનો આંકડો ૨૧૯૯ રહ્યો છે. એનસીઆરબી દ્વારા પાંચ ફોર્સ જેમાં બીએસએફ, સીઆરપીએફ, સીઆઈએસએફ, આઈટીબીટી, એસએસબી, આસામ રાયફલ અને નેશનલ સિક્યુરિટી ગાર્ડના આંકડા એકત્રિત કરે છે. કેન્દ્રીય ગૃહમંત્રાલય હેઠળ આ સંસ્થા કામ કરે છે. સીએપીએફ સરહદ સુરક્ષામાં ચાવીરુપ ભૂમિકા ભજવે છે. આંતરિક સુરક્ષાની જાળવણીમાં પણ કેન્દ્ર અને રાજ્ય સરકારની મદદમાં આ સંસ્થા રહે છે.

અકસ્માતોમાં મોત....

નવીદિલ્હી, તા. ૧૯ : નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો દ્વારા આજે ૨૦૧૪થી ૨૦૧૮ વચ્ચેના ગાળામાં અકસ્માતમાં સીએપીએફના જવાનોના મોતના આંકડા જારી કર્યા છે. આ આંકડા નીચે મુજબ છે.

વર્ષ

અકસ્માતમાં મોત

૨૦૧૪

૧૨૩૨

૨૦૧૫

૧૯૩

૨૦૧૬

૨૬૦

૨૦૧૭

૧૧૩

૨૦૧૮

૧૦૪

અકસ્માતોમાં મોત....

નવીદિલ્હી, તા. ૧૯ : નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો દ્વારા આજે ૨૦૧૪થી ૨૦૧૮ વચ્ચેના ગાળામાં આપઘાત કરનાર સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સના જવાનોના આંકડા જારી કરવામાં આવ્યા હતા. આ આંકડા ખુબ જ વિશ્વસનીય રહ્યા છે. આંકડાઓ નીચે મુજબ છે.

વર્ષ

આપઘાતમાં મોત

૨૦૧૪

૧૭૫

૨૦૧૫

૧૯૩

૨૦૧૬

૨૬૦

૨૦૧૭

૧૧૩

૨૦૧૮

૨૮

(8:08 pm IST)