Gujarati News

Gujarati News

News of Sunday, 19th January 2020

આસામમાં એનઆરસીના ધબડકા બાદ હવે સરકાર હવે એનપીઆરની વાતો કરે છે

નવી દિલ્હીઃ કોંગ્રેસ નેતા અને પૂર્વ કેન્દ્રિય મંત્રી પિ. ચિદંબરમે કેન્દ્રાના વિવાદગ્રસ્ત એનઆરસી સંદર્ભે ભાજપ પર પ્રહાર કરતા જણાવ્યું કે આસામમા એનઆરસીનો ફિયાસ્કો થતા કેન્દ્ર સરકારે ઝડપભેર ગીઅર્સ (ઉચ્ચાલકો) બદલી નાખ્યા અને હવે એનપીઆરની વાત કરવા લાગી.  પત્રકારોસાથેની વાતચીતમાં ચિદંબરમે જણાવેલ કે એનપીઆર બીજુ કંઇ નહી છદ્મરૂપે એનઆરસી જ છે અમારે હેતુ હતો સીએએ અને એનપીઆર સામે લડત આપવાનો તથા તેઓ વિરૂદ્ધ  લોકમત ઉભો કરવાનો.

સીએએની બંધારીય કાયદેસરતા સર્વોચ્ચ અદાલત સમક્ષ પડતર છે અમે જણાવી ચિદંબરમે ઉમેર્યું હતું કે, એનપીઆર, સીએએ અને એનઆરસી વિરૂધ્ધ લડતા તમામ પક્ષોએ એકમેકની નિકટ આવવું રહ્યું મને વિશ્વાસ છે કે તેઓ જરૂર આવશે.

(12:28 pm IST)