Gujarati News

Gujarati News

News of Sunday, 19th January 2020

અમેરિકન દવા કંપની જોન્‍સન એન્‍ડ જોનસનને દવાની સફળતાના દાવામાં નિષ્‍ફળતા બદલ આઠ અબજ ડોલરનો દંડ ફટકાર્યો

ન્યુયોર્ક, : એક સાયકિયા ટ્રિક દવા પુરૂષોમાં છાતીમાં વધારો કરે છે, તેવી ચેતવણી આપવામાં નિષ્ફળ જવા બદલ અમેરિકાની દવા બનાવતી કંપની જોન્સન એન્ડ જોન્સન પર એક જ્યુરી દ્વારા લાદવામાં આવેલા દંડને પગલે પેનસિલ્વેનિયાની કોર્ટે કંપની પર આઠ અબજ ડોલરનો દંડ ફટકાર્યો હતો.

કોર્ટે કહ્યું હતું કે હવે કંપનીને દંડનાત્મક કાર્યવાહી રૂપે 68 કરોડ ડોલર ભરવા પડશે, જો કે કંપની ચાહે તો આ નિર્ણય સામે અપીલ કરી શકે છે. સિઝોફ્રેન્યા અને બાયપોલરની બીમારીની સારવાર માટે ડોકટરે લખી આપેલી દવા રિસપેર્ડલ લીધા પછી છાતીની સાઇઝ વધવા લાગી હતી.

નિકોલસ મુરેની ફરિયાદના પગલે ફિલાડેલ્ફીયાની કોર્ટે જોન્સન એન્ડ જોન્સનની પેટા કંપની જેસન ફાર્માસ્યુટિકલ તેમજ જોન્સન એન્ડ જોન્સન પર ઓકટોબરમાં જ્યુરીએ દંડ ભરવાનો ઓર્ડર કર્યો હતો. ફરીયાદીએ કહ્યું હતું કે આ દવા લીધા પછી મારી છાતીની સાઇઝ વધી ગઇ હતી.

કંપનીએ કહ્યું હતું કે જો કે કોર્ટે યોગ્ય રીતે જ વધુ પડતી દંડનાત્મક રકમમાં ઘટાડો કર્યો હતો, છતાં અમે આ ચૂકાદા સામે કોર્ટમાં જઇ અપીલ કરવાનું ચાલુ જ રાખીશું. કંપનીએ કહ્યું હતું કે દવાના ઉપયોગના લાભ અને જોખમ અંગે અમે એક લેબલ લગાડયું હતું , પરંતુ આ દવા સાથે મહત્ત્વના પુરાવા જ્યુરી સમક્ષ રજૂ કરવામાં નિષ્ફળ ગયા હતા.

કંપની સામે પેનસિલવેનિયા, કેલિફોર્નિયા અને મિસ્સોરી સહિત અનેક રાજ્યોમાં આ દવાની આડ અસરની ચેતવણી આપવામાં નિષ્ફળ જવા બદલ કેસ ચાલે છે.

અમેરિકાના ફુડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રશન (યુએસએફડી)એ 1993માં પુખ્ત વ્યક્તિ માટે રિસપેડ્રલ દવાને માન્યતા આપી હતી અને 2018માં આ દવાના વેચાણમાંથી કંપનીને 37.7 કરોડ ડોલરની કમાણી થઇ હતી.

(11:54 am IST)