Gujarati News

Gujarati News

News of Sunday, 19th January 2020

અમેરિકાના દક્ષિણ રાજયો બરફના તોફાની લપેટમાં : અનેક સ્‍થળોએ બરફના થર જામ્‍યા

ન્યુયોર્ક : અમેરિકાના દક્ષિણી રાજ્ય બર્ફીલા તોફાન અને ભારે વરસાદની ચપેટમાં છે. ખાનગી સમાચારના રિપોર્ટ પ્રમાણે, શિકાગોમાં બર્ફીલા તોફાન અને ખરાબ હવામાનના કારણે દરેક એરપોર્ટ પરથી 1,000 ફ્લાઇટને રદ કરવામાં આવી છે.

ઓહારે ઇન્ટરનેશનલ એરપોર્ટ પર 690થી વધુ, મિડવે ઇન્ટરનેશનલ એરપોર્ટ પર 169 અને સેન્ટ લૂઈના લેમ્બર્સ એરપોર્ટ પર 130થી વધુ ફ્લાઇટ્સને કેન્સ કરવી દેવામાં આવી હતી. બીજી તરફ મિસૌરીના કોલંબિયા સ્થાનિક એરપોર્ટ પર બધી ફ્લાઇટ રોકી દેવામાં આવી છે.

તોફાન અને ખરાબ હવામાનના કારણે 9 કરોડ લોકો પ્રભાવિત થયા છે. ખરાબ હવામાનના કારણે શિકાગોમાં લગભગ 470 ફ્લાઇટ્સ મોડી ઉડી હતી. શિકાગોમાં ભીષણ તોફાન આવ્યું હતું. બરફવર્ષાના કારણે રસ્તાઓની સ્થિતિ ખરાબ હોવાની ચેતવણી જાહેર કરી હતી.

સોલ્ટ લેક સિટીના ઘણા વિસ્તારોમાં 5 ઈંચ સુધી બરફ જામી ગયો છે.જેના કારણે હાલ સ્કૂલો અને કોલેજોમાં રજા જાહેર કરાઈ છે અને લોકોને કામ વગર ઘરની બહાર નીકળવાની મનાઈ ફરમાવી છે.

(11:52 am IST)