Gujarati News

Gujarati News

News of Sunday, 19th January 2020

પાક. વડાપ્રધાને હવે સ્‍વીકાર્યુ કાશ્‍મીર મામલો કોઇ સાંભળવા તૈયાર નથી : પાક. નાણાપ્રધાન કાશ્‍મીર પ્રશ્‍ન ન્‍યાયીક રીતે ઉકેલવા ઇચ્‍છે છે

Photo : PAk

વોશિંગ્ટન : પાકિસ્તાની વડાપ્રધાન ઈમરાનખાને કબુલ કર્યુ છે કે આંતરરાષ્ટ્રીય સમુદાયમાંથી કોઈ કાશ્મિર મુદો સાંભળવો સમજવા તૈયાર નથી. જર્મનીના સરકારી આંતરરાષ્ટ્રીય બ્રોડકાસ્ટરને આપેલી એક મુલાકાતમાં ઈમરાને જણાવ્યું હતું કે કાશ્મિર મામલો ઠંડો પ્રતિસાદ છે. તેમના મતે પશ્ચિમના દેશો માટે વ્યાપારિક હિતો વધુ મહત્વના છે.

બીજી બાજુ પાકિસ્તાનના નાણાપ્રધાન શાહ મોહમ્મદ કુરેશીએ જણાવ્યું છે કે ન્યાયપૂર્ણ રીતે કાશ્મિર પ્રશ્ર્ન ન ઉકેલાય ત્યાં સુધી તેમનો દેશી ભારત સાથે શાંતિ માટે તૈયાર નથી.

પાક. વડાપ્રધાનના જણાવ્યા મુજબ આરએસએસની વિચારધારાના કારણે નવી દિલ્હીએ પાકિસ્તાનની શાંતિ પહેલનો કોઈ જવાબ આપ્યો નથી. ચીન અને પાકિસ્તાને યુએનની સલામતી સમીતીની બેઠકમાં કાશ્મિર મામલે બંધબારણે ચર્ચા કરી એ પછીના દિવસોમાં ખાને ઉપરોક્ત ટિપ્પણી કરી હતી. ભારતીય વિદેશ ખાતાના પ્રવકતાના જણાવ્યા મુજબ સલામતી સમીતીની ભારે બહુમતીએ સ્વીકાર્યુ હતું કે કાશ્મિર સામસામી ચર્ચા કરવા વિશ્ર્વસંસ્થા યોગ્ય મંચ નથી.

તેમણે આક્ષેપ કર્યો હતો કે ગરીબી અને ભૂખમરા સામેની લડાઈ સાથે મળી લડવાના બદલે આરએસએસ પ્રેરિત ભાજપ સરકારે ભારતને હિંદુ રાષ્ટ્રમાં ફેરવવાનો પ્રોજેકટ હાથ ધર્યો છે. હિન્દુત્વ અને અખંડ ભારત સાથેના વળગણથી આ સર્વોચ્ચતા સ્થાપિત થઈ છે અને એના ભારત અને વિશ્વએ વિનાશક પરિણામો જોવા બાકી છે.

(11:51 am IST)