Gujarati News

Gujarati News

News of Sunday, 19th January 2020

રાજ્યોનો CAAને લાગુ કરવાનો ઈનકાર ગેરબંધારણીય: કોંગ્રેસના વરિષ્ઠ નેતા કપિલ સિબલનું મહત્વનું નિવેદન

તેનો વિરોધ કરી શકો , વિધાનસભામાં ઠરાવ પસાર કરી શકો ,અને સરકારને પરત લેવા કહી શકો છો

 

નવી દિલ્હી :નાગરિકતા સુધારા કાયદા વિરુદ્ધ રાજ્યોમાં થઈ રહેલા વિરોધ પ્રદર્શનો વચ્ચે કોંગ્રેસના વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલે CAA મુદ્દે મોટું નિવેદન કર્યું છે. સિબ્બલે  કેરળ લિટરેચર ફેસ્ટીવલમાં કહ્યું કે, CAAને લાગુ કરવામાં કોઈ પણ રાજ્ય ઈનકાર ના કરી શકે. તેમણે એમ પણ કહ્યું કે, રાજ્યો દ્વારા CAAને લાગુ કરવાનો ઈનકાર ગેરબંધારણીય છે.

કપિલ સિબ્બેલ કહ્યું કે જો નાગરિકતા સુધારા કાયદા(CAA) પસાર થઈ ગયા બાદ કોઈ પણ રાજ્ય એમ ના કહી શકે કે અમે તેનો અમલ નહીં કરીએ. જે શક્ય નથી અને ગેરબંધારણીય છે. તમે તેનો વિરોધ કરી શકો છો. તમે વિધાનસભામાં ઠરાવ પસાર કરી શકો છો અને તમે સરકારને પરત લેવા કહી શકો છો.

અત્રે ઉલ્લેખનીય છે કે કેરળ અને પંજાબ સરકારે નાગરિકતા સુધારા કાયદા(CAA)ને રાજ્યમાં લાગુ કરવાનો ઈનકાર કરી દીધો છે. પંજાબની અમરિંદર સરકારે શુક્રવારે (CAA) વિરુદ્ધ ઠરાવ પસાર કર્યો છે. જેમાં તેમણે કહ્યું હતું કે કાયદાથી રાષ્ટ્રની ધર્મનિરપેક્ષતા છિન્ન-ભિન્ન થવાથી મુશ્કેલી વધી શકે છે.આવી સ્થિતિમાં સરકાર નાગરિક્તા સુધારા કાયદા(CAA), રાષ્ટ્રીય નાગરિક રજિસ્ટર(NRC) અને રાષ્ટ્રીય વસ્તી રજિસ્ટરના સંબધમાં સંસદની ઈચ્છાથી આગળ વધશે.

 

(12:00 am IST)