Gujarati News

Gujarati News

News of Saturday, 18th January 2020

રાજસ્થાનમાં 97 વર્ષના વિદ્યા દેવીએ હરીફને હરાવી પંચાયત ચૂંટણી જીત્યા: બન્યા સરપંચ

97 વર્ષીય વિદ્યા દેવીએ તેમના હરીફ આરતી મીણાને 207 મતના અંતરથી હરાવ્યા

જયપુર : રાજસ્થાનના સીકર જિલ્લામાં નીમકાથાના સબ-ડીવિઝનના પુરાણાવાસ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં 97 વર્ષીય મહિલાએ પંચાયત ચૂંટણી જીતી લીધી છે. પંચાયત ચૂંટણી જીતનારા 97 વર્ષીય વિદ્યા દેવીએ તેમના હરીફ આરતી મીણાને 207 મતના અંતરથી માત આપી છે.

   અધિકારીઓએ જણાવ્યું કે, સરપંચના પદ માટે ચૂંટાલેયા વિદ્યા દેવીને 843 મત મળ્યા, જ્યારે તેમના હરીફ આરતી મીણાને 636 મત મળ્યા. ગ્રામ પંચાયતમાં કુલ 4200 મતદાતાઓ માંથી 2856 મતદારોએ મત આપ્યા. ગ્રામ પંચાયતમાં કુલ 11 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં હતા. વિદ્યાદેવીના પતિ પણ 1990 પહેલા સતત 25 વર્ષો સુધી સરપંચ રહી ચૂક્યા છે.

   પંચાયતના પહેલા ચરણની ચૂંટણીમાં 87 પંચાયત સમિતીઓની 2726 ગ્રામ પંચાયતોના 26,800 વોર્ડ માટે મતદાન ખતમ થયું. સરપંચ પદો માટે શુક્રવારના રોજ જ મતગણતરી કરવામાં આવીહતી .

આ 87 પંચાયત સમિતી ક્ષેત્રોમાં કુલ 93,20,684 મતદારો છે. સરપંચ પદ માટે 17,242 અને પંચના પદ માટે 42,704 ઉમેદવારો મેદાનમાં છે. રાજસ્થાનમાં 36 સરપંચ અને 11035 પંચ બિનહરીફ પસંદ કરી લેવામાં આવ્યા છે

 
(12:15 am IST)