Gujarati News

Gujarati News

News of Sunday, 19th January 2020

મધ્યપ્રદેશના ભોપાલના સાંસદ સાધ્વી પ્રજ્ઞા ઠાકુરને સંદિગ્ધ ચિઠીઓ મોકલનાર નીકળ્યો ડોકટરઃ મહારાષ્ટ્રમાંથી થઇ ધરપકડ

            મધ્યપ્રદેશના ભોપાલથી સાંસદ સાધ્વી પ્રજ્ઞાસિંહ ઠાકુરને સંદિગ્ધ ચીઠીઓ મોકલનાર શખ્સની પોલીસે ધરપકડ કરી છે. પોલીસે બતાવ્યુ કે ચીઠી મોકલનાર શખ્સ મહારાષ્ટ્રના નાંદેડનો છે પોલીસ આરોપીને ભોપાલ લઇ આવી છે. પોલીસે કહ્યું પુછપરછપછી તે વધારે જાણકારી આપશે.

            સાંસદ પ્રજ્ઞા ઠાકુરએ ફરિયાદ દાખલ કરાવી હતી કે એમને પત્ર મોકલવામા આવે છે પોલીસે પ્રજ્ઞા ઠાકુરના નિવાસસ્થાને જઇ તપાસ કરી હતી. પોલીસે કહ્યું અમને સાંસદ પ્રજ્ઞાસિંહથી થોડા હાનિકારક રસાયણવાળા પત્રો મળ્યા છે સાથે સાથે ધારા ૩ર૬ અને પ૦૭ ને લઇ કેસ દાખલ કર્યો હતો.

            પોલીસે બતાવ્યુ તપાસ શરૂ થયા પછી સામે આવ્યુ કે મહારાષ્ટ્રના નાંદેડથી પત્રો આવે છે. પત્રો મોકલનાર ડોકટર છે પુછપરછ પછી વધુ વિગતો આરોપી પાસેથી મળશે.

(12:00 am IST)