Gujarati News

Gujarati News

News of Sunday, 19th January 2020

વિશ્વના સૌથી ઠીંગણા વ્યક્તિનો પુરસ્કાર જીતનારા નેપાળના ખગેન્દ્ર થાપાનું 27 વર્ષની વયે નિધન

ગિનિઝ વર્લ્ડ રેકૉર્ડ્સમાં સામેલ થનારા ખગેન્દ્રની લંબાઈ 2 ફૂટ અને 2.41 ઇંચ હતી વજન 6 કિલો હતું

 

નવી દિલ્હી : દુનિયાનાં સૌથી ઠીંગણા વ્યક્તિનો પુરસ્કાર જીતનારા નેપાળનાં ખગેન્દ્ર થાપા માગરનું 27 વર્ષની ઉંમરમાં નિધન થઈ ગયું છે. ગિનિઝ વર્લ્ડ રેકૉર્ડ્સમાં સામેલ થનારા થાપાનાં પરિવારે શુક્રવારનાં કહ્યું ખગેન્દ્ર થાપાનું નેપાળની એક હૉસ્પિટલમાં નિધન થઈ ગયું છે. ગિનિઝ વર્લ્ડ રેકૉર્ડ્સ અનુસાર ખગેન્દ્ર નિમોનિયાથી પીડિત હતા અને નેપાળ સ્થિત પોખરાની મણિપાલ યૂનિવર્સિટીમાં તેમને ICUમાં ભરતી કરવામાં આવ્યા હતા.

શુક્રવારનાં તેમણે ત્રણ વાગ્યે અંતિમ શ્વાસ લીધો. ખગેન્દ્રની લંબાઈ 67 સેન્ટીમીટર (2 ફૂટ 2.41 ઇંચ) હતી. તેમનું વજન લગભગ 6 કિલો હતુ. વર્ષ 2010માં તેમને ગિનિઝ વર્લ્ડ રેકૉર્ડમાં સૌથી ઠીંગણા આદમીનો પુરસ્કાર મળ્યો હતો. જો કે એક વર્ષ બાદ ફિલિપાઇન્સનાં જનરે બાલાવિંગે સૌથી ઠીંગણા આદમીનો પુરસ્તાર છીનવી લીધો હતો.

ગિનિઝ વર્લ્ડ રેકૉર્ડ અનુસાર ખગેન્દ્ર થાપાનાં પિતા રૂપ બહાદુરે કહ્યું હતુ કે જ્યારે ખગેન્દ્ર પેદા થયા ત્યારે તેઓ આરામથી હાથમાં આવી જતા હતા.

(11:07 pm IST)