Gujarati News

Gujarati News

News of Sunday, 19th January 2020

કેરળના વાયનાડમાં મસાલા અને ફૂડ પાર્ક વિકસિત કરવાની માંગઃ કોંગ્રેસ નેતા અને વાયનાડના સાંસદ રાહુલ ગાંધીએ મોદી સરકારને પત્ર લખ્યો

           કોંગ્રેસ નેતા અને વાયનાડથી સાંસદ રાહુલ ગાંધીએ પોતાના સંસદીય ક્ષેત્રમાં મસાલા અને મેગા ફૂડ પાર્ક વિકસીત કરવા માટે મોદી સરકારને પત્ર લખ્યો છે. રાહુલએ માંગને લઇ કેન્દ્રીય વાણીજય મંત્રી પિયુષ ગોયલ અને હરસીમરત કૌર બાદલને પત્ર લખ્યો છે. રાહુલ ગાંધીએ પત્રમાં લખ્યું છે કે વાયનાડ કોફી અને મસાલા માટે એક પ્રમુખ ઉત્પાદન કરે છે.

            રાજય હળદરનું સૌથી મોટું અને કાળા મરીનું બીજુ સૌથી મોટું ઉત્પાદક છે વાયનાડ ઘરેલું ઉધ્યન વ્યાપક રુપથી જાણીતું છે અહી જૈવિક ખેતીની સંભાવનાઓ છે એમણે પત્રમાં લખ્યું છે કે હુ વાણીજય અને ઉદ્યોગ મંત્રાલયને પત્ર લખી વાયનાડમાં મસાલા પાર્ક સ્થાપિત કરવાની માંગ કરૂ છુ. રાહુલ ગાંધીએ આવોજ પત્ર ખાદ્ય પ્રસંસ્કરણ ઉદ્યોગ મંત્રી હરસિમરત કૌર બાદલને પણ લખ્યો છે.

(12:00 am IST)