Gujarati News

Gujarati News

News of Sunday, 19th January 2020

દિલ્હીમાં ગુડિયા ગેંગરેપના દોષીએ પત્રકાર પાર કર્યો હુમલો

દોષીએ કોર્ટમાંથી બહાર નીકળતી વખતે પત્રકાર પર નિશાન સાધ્યું

નવી દિલ્હી : ગુડિયા ગેંગરેપ કેસના દોષીઓમાંથી એકને શનિવારે કડકડડૂમા કોર્ટની બહાર એક પત્રકાર પર હુમલો કરી દીધો હતો. વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે, દોષીએ કોર્ટમાંથી બહાર નીકળતી વખતે આજતકની પત્રકાર અનીષા માથુર પર હુમલો કરી દીધો હતો. ગેંગરેપના દોષીએ આજતકના પત્રકાર સુશાત મેહરા પર પણ નિશાનો સાધ્યો હતો, જોકે તેમાં કોઈને પણ ઈજા પહોંચી નથી.

જણાવી દઈએ કે, દિલ્હીની કડકડડૂમા કોર્ટે બંને આરોપીઓ પ્રદીપ અને મનોજને દોષી જાહેર કર્યા છે. કોર્ટે પૉક્સો, કિડનેપિંગ, ગેંગરેપ અને પુરાવા નષ્ટ કરવાના મામલામાં દોષી જાહેર કર્યા છે. દોષીઓએ 5 વર્ષની બાળકની સાથે 24 કલાક સુધી બંધક બનાવીને દુષ્કર્મ કર્યું હતું.

પૂર્વી દિલ્હીમાં 2013માં 5 વર્ષની બાળકી સાથે સામુહિક બળાત્કારના મામલામાં દિલ્હીની કોર્ટે કહ્યું કે, આ ઘટનાએ સમાજની ચેતનાને હચમચાવી નાંખી છે. 5 વર્ષની બાળકી સાથે 2013માં બળાત્કાર કરનારા બે લોકોને દોષી જાહેર કરતા દિલ્હીની કોર્ટે કહ્યું કે, આપણા સમાજમાં નાની બાળકીઓની દેવીની જેમ પૂજા કરવામાં આવે છે.

બળાત્કાર માટે બે લોકોને દોષી જાહેર કરતા દિલ્હીની કોર્ટે કહ્યું કે, માત્ર 5 વર્ષની બાળકીએ ખરાબ આચરણ, અતિ ક્રૂરતાનો સામનો કરવો પડ્યો. દિલ્હીની અદાલતે 2013ના બાળકી સાથે બળાત્કારના મામલામાં સજા નક્કી કરવાની તારીખ 30 જાન્યુઆરી નક્કી કરી છે. દિલ્હીમાં 2013માં સામુહિક બળાત્કારનો શિકાર બનેલી 5 વર્ષની બાળકીના પિતાએ કહ્યું કે, સુનાવણી બે વર્ષમાં પુરી થવી જોઈતી હતી, અમે ખુશ છીએ કે અમને 6 વર્ષ બાદ ન્યાય મળી ગયો.

(12:00 am IST)