Gujarati News

Gujarati News

News of Saturday, 19th January 2019

JNU દેશદ્રોહ કેસમાં ચાર્જશીટ દાખલ કરવા બદલ કોર્ટની પોલીસને ફટકાર:સરકારની મંજૂરી કેમ ન લેવામાં આવી?

પટિયાલા હાઉસ કોર્ટે પોલીસને 10 દિવસમાં દિલ્હી સરકારની પરવાનગી લેવાનું ફરમાન કર્યું

 

નવી દિલ્હી જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના દેશદ્રોહના મામલામાં દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે પોલીસને ફટકાર લગાવી છે અને ચાર્જશીટ મામલે સવાલ કર્યાં છે. કોર્ટે દિલ્હી પોલીસને પૂછ્યું કે મામલામાં ચાર્જશીટ દાખલ કર્યા પહેલાં કેજરીવાલ સરકારની મંજૂરી શા માટે લેવામાં આવી? કોર્ટે પૂછ્યું કે શું તમારી પાસે લીગલ ડિપાર્ટમેન્ટ નથી? કોર્ટે કહ્યું કે જ્યાં સુધી દિલ્હી સરકાર મામલામાં ચાર્જશીટ દાખલ કરવાની પરવાનગી આપે ત્યાં સુધી તે મામલે સંજ્ઞાન લેશે નહીં.

  કોર્ટે દિલ્હી પોલીસને એમ પણ પૂછ્યું કે શા માટે તમે દિલ્હી સરકારની પરવાનગી વિના ચાર્જશીટ દાખલ કરવા માંગો છો? સાથે પટિયાલા હાઉસ કોર્ટે દિલ્હી પોલીસને મામલે 10 દિવસમાં દિલ્હી સરકારની પરવાનગી લેવાનું ફરમાન કર્યું છે. સાથે મામલાની સુનાવણી આગામી 6 ફેબ્રુઆરી સુધી ટાળી દેવામાં આવી છે.

   દિલ્હી કોર્ટનો ચુકાદો દિલ્હી પોલીસ માટે મોટા આંચકાસમાન છે. ઉલ્લેખનીય છે કે દિલ્હી પોલીસે JNU દેશદ્રોહ મામલે 14 જાન્યુઆરીના રોજ 1200 પાનાની ચાર્જશીટ દાખલ કરી હતી. ફેબ્રુઆરી 2016માં JNUમાં એક કાર્યક્રમ દરમિયાન કથિત રીતે દેશવિરોધી નારાબાજી કરવાના આરોપમાં દિલ્હી પોલીસે JNUના વિદ્યાર્થી સંઘના ભૂતપૂર્વ અધ્યક્ષ કન્હૈયા કુમાર, વિદ્યાર્થી નેતા ઉમર ખાલિદ અને અનિર્બાન ભટ્ટાચાર્યને મુખ્ય આરોપી બનાવ્યાં છે. મામલામાં ત્રણેયને જેલમાં પણ જવું પડ્યું હતું. જોકે બાદમાં તેમને જામીન મળી ગયા હતાં. સિવાય 7 કાશ્મીરી વિદ્યાર્થીઓને પણ આરોપી બનાવવામાં આવ્યાં છે.

(11:04 pm IST)