Gujarati News

Gujarati News

News of Saturday, 19th January 2019

અટકળોનો અંત :જેટલી જ બજેટ રજૂ કરશે ;ભાષણ પણ વાંચશે

જેટલીએ ન્યૂયોર્કથી વિડિયો કોન્ફરન્સિંગ વડે એક કાર્યક્રમને સંબોધિત કર્યો

નવી દિલ્હી :નાણામંત્રી અરુણ જેટલી ખરાબ તબિયતના કારણે અમેરિકામાં સારવાર કરાવી રહ્યા છે ત્યારે 1 ફેબ્રુઆરીએ બજેટ કોણ રજૂ કરશે તેની અટકળો વચ્ચે નાણા મંત્રાલયના ટોચના સૂત્રોએ સ્પષ્ટતા કરી છે કે બજેટ જેટલી જ રજૂ કરશે. સાથે સાથે તેઓ અગાઉના વર્ષોની જેમ જાતે જ બજેટને લગતુ ભાષણ પણ વાંચશે.જેટલી હાલમાં અમેરિકામાં છે. જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.

  જેટલીએ ન્યૂયોર્કથી વિડિયો કોન્ફરન્સિંગ વડે એક કાર્યક્રમને સંબોધિત કરતા કહ્યુ હતુ કે ચૂંટણી વર્ષનુ બજેટ ઈન્ટરિમ બજેટ જ હોય છે. આ જ પરંપરા રહી છે પણ ઈકોનોમીનુ હીત હંમેશા નક્કી કરે છે કે બજેટમાં શું હોવુ જોઈએ. જેની ચર્ચા આ સ્તરે કરવી શક્ય નથી

 એવુ કહેવાઈ રહ્યુ છે કે લોકસભાની ચૂંટણી પહેલા ઈન્ટરિમ બજેટમાં પણ મોદી સરકાર મતદારોને ખુશ કરવા માટે મોટી ઘોષણાઓ કરી શકે છે.

(10:59 pm IST)