Gujarati News

Gujarati News

News of Saturday, 19th January 2019

વિએતનામ કે થાઇલેન્ડમાં કિમ જોંગ અને ટ્રમ્પ વચ્ચે મુલાકાત થાય તેવી શક્યતા

કિમ યોંગ ચોલ અમેરિકામા : વિદેશ મંત્રી માઈક પોમ્પિયોને મળશે : વ્હાઈટ હાઉસ પણ જશે

 

ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ અને અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે વધુ એક વખત વાટાઘાટો થઈ શકે છે. માટે તૈયારીઓ શરુ થઈ છે. કિમનો જમણો હાથ ગણાતા કિમ યોંગ ચોલ અમેરિકા પહોંચ્યા હતા એવુ મનાય છે કે તેઓ વોશિંગ્ટનમાં ટ્રમ્પ સાથે મુલાકાત કરી શકે છે.

 ઉત્તર કોરિયાના પ્રતિનિધિ તરીકે આવેલા યોંગ વોશિંગ્ટનમાં પહેલા અમેરિકન વિદેશ મંત્રી માઈક પોમ્પિયોને મળશે અને પછી વ્હાઈટ હાઉસ જશે. ડોનાલ્ડ ટ્રમ્પ છેલ્લા એક વર્ષમાં સંખ્યાબંધ વખત કિમ જોંગ સાથે મુલાકાતની શક્યતા દર્શાવી ચુક્યા છે.ગયા વર્ષે બંને નેતાઓ જુન મહિનામાં સિંગાપુરમાં એકબીજાને મળ્યા હતા.

હવે વિયેતનામ અથવા થાઈલેન્ડમાં બને દેશના નેતાઓ મુલાકાત કરે તેવી સંભાવના છે.તાજેતરમાં એક ઈન્ટરવ્યૂમાં અમેરિકન વિદેશ મંત્રી માઈક પોમ્પિઓએ ઉત્તર કોરિયા સાથે સમાધનની આશા વ્યક્ત કરી હતી અને કહ્યુ હતુ કે તેના કારણે બહેતર તથા સુરક્ષિત અમેરિકા બનાવવા માટે મદદ મળશે.

(10:54 pm IST)