Gujarati News

Gujarati News

News of Saturday, 19th January 2019

ભારતીય સેનાએ ઉત્તરી સિક્કિમમાં 15000 ફૂટની ઊંચાઈએ ટેન્કો ઉતારી: ઠંડીમાં થીજી ગયેલી તીસ્તા નદી પર ડ્રિલ કરી

ડોકલામ મોરચે ચીને સૈનિકોની સંખ્યા બમણી કર્યાના જવાબમાં ભારતે મોરચો સાંભળ્યો

 

નવી દિલ્હી :ગાત્રો થીજી જાય તેવી ઠંડીમાં પણ ડોકલામ સરહદે ભારત અને ચીન વચ્ચે બળાબળના પારખાના કારણે ગરમાવો જોવા મળી રહ્યો છે. ડોકલામ મોરચે ચીને સૈનિકોની સંખ્યા બમણી કર્યા બાદ તેના જવાબમાં ભારતીય સેનાએ ઉત્તરી સિક્કિમમાં 15000 ફૂટની ઉંચાઈે ટેન્કો ઉતારી છે.

સેનાની ટેન્કોએ ચીન સીમાથી 54 કિમી દુર આવેલી અને કાતિલ ઠંડીમાં થીજી ગયેલી તીસ્તા નદી પર ડ્રિલ કરીને કોઈ પણ સંજોગોનો સામનો કરવા માટે તૈયાર હોવાનો સંદેશો આપ્યો હતો.

વિસ્તારમાં તાપમાન માઈનસ 20 ડિગ્રી છે.આમ છતા સેનાના જવાનો 24 કલાક પહેરો ફરી રહ્યા છે.સેનાના અધિકારી મેજર ધ્રુવ બાલીનુ કહેવુ છે કે અહીંયા અમે કોઈ ભૂલ કરી શકીએ તેમ નથી.અમારા માથા પર દુશ્મન 24 કલાક મંડરાયેલા રહે છે

  અત્રે ઉલ્લેખનીય છે કે 2017માં ડોકલામ મોરચે ભારત અને ચીનની સેનાઓ આમને સામને આવી ગઈ હતી અને ભારે સ્ફોટક સ્થિતિનુ નિર્માણ થયુ હતુ.

(10:53 pm IST)