Gujarati News

Gujarati News

News of Saturday, 19th January 2019

મેકસિકોમાં ઑઇલ પાઇપલાઈનમાં પ્રચંડ બ્લાસ્ટ : 66 લોકોના મોત : 71 ઇજાગ્રસ્ત

ઓઇલ ચોરી વેળાએ પાઇપલાઇનમાં ભંગાણ કરતા લીકેજ લાઇનમાં થયો જોરદાર વિસ્ફોટ થયાનું પ્રાથમિક તારણ

 

મેકસિકોમાં ઑઇલ પાઇપલાઈનમાં વિસ્ફોટ થતાં 66 લોકોનાં મૃત્યુ થયા છે અને 71 લોકો ઘાયલ થયા છે.મેક્સિકોનાં હિડાલ્ગો સ્ટેટના ત્લાહુઇલીલપન શહેરમાં વિસ્ફોટ થયો છે.

  હિડાલ્ગો રાજ્યના ગવર્નર ઓમર ફયાદે જણાવ્યું કે જ્યારે ઑઇલની પાઇપ લીક થઈ હતી ત્યારે લોકો ઑઇલ લેવા ભાગ્યા અને ત્યારે ઘટના બની હતી. અત્યાર સુધી 66 લોકોના મૃત્યુ થયા હોવાની તથા 71 લોકો ઘાયલ હોવાની માહિતી આપી હતી.ઘાયલ થયેલા લોકોમાં ત્રણ મહિલાઓનો સમાવેશ થાય છે.

 ઘટના બાદ તાત્કાલિક લોકોની મદદ માટે પ્રસાશન પહોંચી ગયું હતું અને લોકોને હૅલિકૉપ્ટર અને અન્ય વાહનો મારફતે હૉસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

  વિસ્ફોટ ઑઇલની ચોરી કરનારે પાઇપલાઈનમાં ભંગાણ કરતા થયો હોવાની શંકા સેવાઈ રહી છે. સ્થાનિક મીડિયા ચેનલ્સ પર ઊંચી જ્વાળાઓ અને ગંભીર રીતે દાઝેલા લોકો જોવા મળ્યા છે.

મેકસિકોની સરકારી પ્રેટ્રોલિયમ કંપની પેમેક્સે કહ્યું હતું કે આગ ગેરકાયદે ઑઇલ ચોરીને લીધે લાગી છે.

એએફપી ન્યૂઝ એજન્સીનો અહેવાલ જણાવે છે સ્થાનિકો ઘટના માટે ગેસોલીનની તંગીને જવાબદાર ઠેરવી રહ્યાં છે.

ઉલ્લેખનીય છે કે મેક્સિકોમાં પ્રકારની ઘટનાઓ અગાઉ પણ બની છે.

(10:23 pm IST)