Gujarati News

Gujarati News

News of Saturday, 19th January 2019

રાષ્ટ્રધ્વજના અપમાન મુદ્દે કેજરીવાલ સામે FIR દાખલ કરવા કોર્ટે આપી પરવાનગી

કેજરીવાલ સહિત AAPના કાર્યકર્તાઓએ ચૂંટણી ચિન્હ ઝાડુને ત્રિરંગાની સાથે લહેરાવ્યું હતું

નવી દિલ્હી :મધ્યપ્રદેશનાં સાગર જિલ્લાની એક કોર્ટે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તથા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ વિરુદ્ધ કથિત રીતે રાષ્ટ્રીય ધ્વજના અપમાન મુદ્દે ફરિયાદ દાખલ કરવા માટેની પરવાનગી આપી છે.

  કોર્ટે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવાની પરવાનગી 5 વર્ષ જુના કેસમાં મળી ચુકી છે. રાજેન્દ્ર મિશ્રા નામનાં એક વ્યક્તિએ કોર્ટમાં અરજી દાખલ કરતા કહ્યું હતું કે, 2014ની લોકસભા ચૂંટણી દરમિયાન કેજરીવાલ સહિત AAPના કાર્યકર્તાઓએ ચૂંટણી ચિન્હ ઝાડુને ત્રિરંગાની સાથે લહેરાવ્યું હતું

(10:11 pm IST)
  • પ૬ મહિનાથી દેશનું લોકતંત્ર ખતરામાં : યુનાઇટેડ ઇન્ડીયા રેલીમાં બીજેપીના પૂર્વ નેતા યશવંતસિંહાએ મોદી પર સાધ્યુ નિશાનઃ યુનાઇટેડ ઇન્ડીયા રેલીમાં બીજેપીના પૂર્વ નેતા યશવંત સિન્હાએ મોદી પર હૂમલો કરીને કહયું કે તેમને સબકા સાથ સબકા વિકાસનો નારો આપ્યો, પરંતુ તેઓએ સૌનો સાથ લીધો પરંતુ સૌનો વિનાશ પણ કરી દીધો access_time 3:18 pm IST

  • વ્યાપમ કૌભાંડના આરોપી પૂર્વ મંત્રી લક્ષ્મીકાંત શર્મા સહીત આઠને સીબીઆઈ દ્વારા ક્લિનચીટ : મધ્યપ્રદેશમાં બહુચર્ચિત વ્યાપમ કૌભાંડમાં પરીક્ષા પરિવહન રક્ષક ભરતી ગોટાળામાં સીબીઆઈએ પૂર્વમંત્રી લક્ષ્મીકાંત સહીત આઠને ક્લિનચીટ આપી છે access_time 12:57 am IST

  • કર્ણાટકની ગઠબંધન સરકાર ઉપર ફરીથી ખતરાના એંધાણ : કોંગ્રેસ પાર્ટીએ શક્તિ પ્રદર્શન માટે બોલાવેલી મિટિંગમાં 4 અસંતુષ્ટ ધારાસભ્યો ગેરહાજર : ભાજપ દ્વારા સરકારને અસ્થિર કરવાના પ્રયાસો થઇ રહ્યા હોવાનો આક્ષેપ access_time 8:26 pm IST