Gujarati News

Gujarati News

News of Saturday, 19th January 2019

તાવ-શરદી માટે ઉપયોગ લેવાતી ૮૦ દવાઓ પર લગાવ્યો પ્રતિબંધ

પેટના દુખાવા, ઉલટી, બ્લડ પ્રેશર, ઘુંટણનો દુખાવો, શરદી-ઉધરસ સહિતની ૮૦ જેનરિક FDC દવા પર પ્રતિબંધ

નવી દિલ્હી તા. ૧૯ : કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પેટના દુખાવા, ઉલટી, બ્લડ પ્રેશર, ઘુંટણનો દુખાવો, શરદી-ઉધરસ સહિતની ૮૦ જેનરિક FDC દવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. સીએનબીસી આવાજના સૂત્રો અનુસાર, સ્વાસ્થ્ય મંત્રાલયે ૮૦ નવા જેનરિક FDCs પર રોક લગાવી દીધી છે. હવે આ તમામ દવાઓનું નિર્માણ અને વેચાણ નહી થઈ શકે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયની કમિટીએ આ દવાના પ્રયોગને સુરક્ષિત નથી માન્યું. આ દવાઓનો ૯૦૦ કરોડ રૂપિયાનો બિઝનેસ છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે ૮૦ જેનરિક FDC દવાઓ પર પ્રતિબંધ લગાવી દીધો છે. પેટના દુખાવા, ઉલટી, બ્લડ પ્રેશર, ઘુંટણનો દુખાવોવ, શરદી-ઉધરસની દવાઓ આમાં સામેલ છે. ફિકસ્ડ ડોજ કોમ્બિનેશનવાળી આ દવાઓમાં મોટાભાગની એન્ટિબાયોટિક દવાઓ છે. આ પહેલા સ્વાસ્થ્ય મંત્રાલયે ૩૦૦થી વધારે FDCs પર પ્રતિબંધ લગાવ્યો હતો.

જુના લીસ્ટના કારણે, Alkem, Microlabs, Abbott સિપ્લા, ગ્લેનમાર્ક ઈન્ટાસ ફાર્મા ફાઈઝર વોકહાર્ડ અને Lupin જેવી કંપનીઓની કેટલીએ બ્રાંડ પ્રતિબંધિત થઈ હતી. જુના લીસ્ટમાંથી ૬૦૦૦થી વધારે બ્રાંડ બંધ થઈ હતી.(૨૧.૪)

 

(10:41 am IST)