Gujarati News

Gujarati News

News of Friday, 19th January 2018

WhatsApp ના યુઝર્સ પર નવો માલવેરનો ઝળુંબતો ખતરો:ચેટ સહિતનો ડેટા ચોરી થવાનો ભય

કેસપરસ્કાઈ લેબે Skygofree નામનો માલવેર જોયો:અત્યાર સુધીનો સૌથી ભયાનક સ્વાઇવેર;એલર્ટ જાહેર કર્યું

ટોચની મેસેજિંગ એપ WhatsApp ના યુઝર્સ પર નવો માલવેરનો  ખતરો ઝળુંબી રહયો છે અને આ માલવેરને કારણે યુઝર્સના ચેટ સહિતનો ડેટા ચોરી થવાનો ભય વ્યક્ત કરાયો છે જેને પગલે ફેસબુક અને વોટ્સએપે આ નવા માલવેરને લઈને લોકો માટે એલર્ટ જાહેર કર્યું છે એવો ભય વ્ય્ક્ત કરાયો છે કે Skygofree નામનો માલવેર યુઝરના વોટ્સએપ પર કરવામાં આવેલી ચેટ અને ઘણા બધો ડેટા પણ ચોરી શકે છે.

   ફેસબુક અને વોટ્સએપે આ નવા માલવેરને લઈને એલર્ટ જાહેર કર્યું છે. સાઈબર સિક્યોરિટી એક્સપર્ટ કેસપરસ્કાઈ લેબે Skygofree નામનો માલવેર જોયો છે,અને લેબનું કહેવું છે કે આ  અત્યાર સુધીનો સૌથી ભયાનક સ્વાઇવેર છે.આવી રીતેનો સ્પાઈવેર અત્યાર સુધી જોવા મળ્યો નથી.

   આ સ્પાઈવેર એન્ડ્રોઇડ સ્માર્ટફોનને નુકસાન પહોંચાડી શકે છે.વોટ્સએપ મેસેજ પણ યુઝરના એક્સેસ વગર પણ ચુરાવી શકે છે. ઉપરાંત આ સ્પાઈવેર કોઈ લોકેશનથી પોતે સ્માર્ટફોનના માઈક્રોફોનની મદદથી ઓડિયો સુધી રેકોર્ડ કરી શકે છે.

   કેસપરસ્કાઈ લેબનું કહેવું છે કે, Skygofree ને ત્રણ વર્ષ પહેલા ક્રિએટ કરવામાં આવ્યું હતું. આ કોઈ હેકર્સે ઘણી હેકિંગ વેબસાઈટ દ્વ્રારા ફેલાવ્યો છે.આ અત્યાર સુધીની સૌથી પાવરફુલ સ્પાઈવેર છે. ઇટલીમાં કેટલાક એન્ડ્રોઇડ ડિવાઇઝ તેના અટેકના શિકાર થઈ ચુક્યા છે.

   અત્રે ઉલ્લેખનીય છે કે વોટ્સએપ દુનિયાનું સૌથી પોપ્યુલર મેસેજિંગ એપ છે જેના ૧.૩ બિલીયન યુઝર્સ છે.નવા વર્ષની સાંજે આ એપના દ્વ્રારા ૭૫ બિલીયન મેસેજ કરવામાં આવ્યા હતા. જે એક મોટો રેકોર્ડ છે.

(12:24 am IST)