Gujarati News

Gujarati News

News of Friday, 19th January 2018

કયા કયા ધારાસભ્ય પર સંકટ

૨૧ ધારાસભ્યોને સંસદીય સચિવ બનાવવાનો કેસ

         નવીદિલ્હી,તા. ૧૯ : દિલ્હીમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના નેતૃત્વમાં એએપી સરકારને મોટો ફટકો પડ્યો છે. કારણ કે, ચૂંટણી પંચે લાભના હોદ્દાના મામલામાં એએપીના ૨૦ ધારાસભ્યોને ગેરલાયક જાહેર કરી દીધા છે. ચૂંટણી પંચે પોતાનો અહેવાલ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને મોકલવા તૈયારી કરી લીધી છે. હવે તમામની નજર રાષ્ટ્રપતિ કોવિંદ ઉપર કેન્દ્રિત થઇ ગઇ છે. જે મામલામાં અંતિમ મંજુરીની મહોર મારનાર છે. ૨૦ ધારાસભ્યોને ગેરલાયક જાહેર કરવા રાષ્ટ્રપતિને ચૂંટણી પંચે ભલામણ કરી છે. આ લોકોની યાદી નીચે મુજબ છે.

*      એએપી ધારાસભ્ય પ્રવિણ કુમાર (જંગપુરા મતવિસ્તાર)

*      એએપી ધારાસભ્ય શરદકુમાર (નારેલા મતવિસ્તાર)

*      એએપી ધારાસભ્ય આદર્શ શાસ્ત્રી (દ્વારકા મતવિસ્તાર)

*      એએપી ધારાસભ્ય મદનલાલ (કસ્તુરબાનગર મતવિસ્તાર)

*      એએપી ધારાસભ્ય શિવચરણ ગોહિલ (મોતીનગર મતવિસ્તાર)

*      એએપી ધારાસભ્ય સંજીવ જ્હા (બુરાઈ મતવિસ્તાર)

*      એએપી ધારાસભ્ય સરિતા સિંઘ (રોહતાસ નગર મતવિસ્તાર)

*      એએપી ધારાસભ્ય નરેશ યાદવ (મહેરોલી મતવિસ્તાર)

*      એએપી ધારાસભ્ય જર્નેલસિંહ (તિલકનગર મતવિસ્તાર)

*      એએપી ધારાસભ્ય રાજેશ ગુપ્તા (વેજલપુર મતવિસ્તાર)

*      એએપી ધારાસભ્ય રાજેશ ઋષિ (જનકપુરી મતવિસ્તાર)

*      એએપી ધારાસભ્ય અનિલકુમાર બાજપાઈ (ગાંધીનગર મતવિસ્તાર)

*      એએપી ધારાસભ્ય સોમ દત્ત (સદરબજાર મતવિસ્તાર)

*      એએપી ધારાસભ્ય અવતારસિંહ (કાલકાજી મતવિસ્તાર)

*      એએપી ધારાસભ્ય હિરેન્દ્ર ગર્ગ (રાજેન્દ્રનગર મતવિસ્તાર)

*      એએપી ધારાસભ્ય જર્નેલસિંહ (રાજૌરી ગાર્ડન મતવિસ્તાર)

*      એએપી ધારાસભ્ય કૈેલાશ ગેહલોત (નજબગઢ મતવિસ્તાર)

*      એએપી ધારાસભ્ય અલકા લાંબા (ચાંદની ચોક મતવિસ્તાર)

*      એએપી ધારાસભ્ય મનોજકુમાર (કંડોલી-એસસી મતવિસ્તાર)

*      એએપી ધારાસભ્ય નીતિન ત્યાગી (લક્ષ્મીનગર મતવિસ્તાર)

*      એએપી ધારાસભ્ય સુખવીરસિંહ (મુંડકા મતવિસ્તાર)

(7:24 pm IST)