Gujarati News

Gujarati News

News of Friday, 19th January 2018

૧૦૦ વર્ષના વૃધ્ધ ૮૯ વર્ષથી માટી ખાઇ જીવે છે

૧૧ વર્ષની ઉંમરમાં જ તેમણે માટી ખાવાનું શરૂ કર્યું

નવી દિલ્હી તા. ૧૯ : એક બાજુ છેલ્લાં એક વર્ષથી ઝારખંડમાં સતત ભૂખમરાથી મોત પર રાજકારણ ગરમાયું છે તો શુક્રવારના રોજ સામે આવેલ એક અજીબોગરીબ કેસ એ રાજયમાં વધતી ગરીબીને બેનકાબ કરી દીધી છે. અહીં ૧૦૦ વર્ષના એક વૃદ્ઘ ગરીબીના લીધે માટી ખાઈને જીવતા રહેવા મજબૂર છે.

વૃદ્ઘનું કહેવું છે કે તેના શરીરને હવે માટીની એવી લત લાગી ગઇ છે કે માટી ખાધા વગર હવે તેમના માટે જીવીત રહેવું અશકય છે. ઝારખંડના સાહેબગંજ રહેવાસી ૧૦૦ વર્ષના કરૂ પાસવાનને લોકોએ માટી ખાતા જોયા તો આશ્યર્યજનક રીતે તેની પાછળનું કારણ પૂછયું. વૃદ્ઘ કરૂએ કહ્યું કે અત્યંત ગરીબીના લીધે જયારે તેમને પેટ ભરવા માટે ભોજન મળતું નહોતું તો તેઓ માટી ખાઇને ભૂખ મિટાવાની કોશિષ કરતાં હતા.

૧૧ વર્ષની ઉંમરમાં જ તેમણે માટી ખાવાનું શરૂ કર્યું જે બાદમાં તેમના દૈનિક આહારમાં સામેલ થઇ ગયું.

સ્થિતિ એ છે કે હવે કરુનું માનવું છે કે તેઓ માટી ખાધા વગર જીવતા રહી શકે નહીં. કરૂની પાસે માટીના ખાલી વાસણ અને કેટલીક સૂકી માટી જ છે. આપને જણાવી દઇએ કે આની પહેલાં પણ રાજયમાં ભૂખના લીધે થનાર મોતો પર રાજકારણ ચર્ચાવાનું શરૂ થઇ ગયું હતું. ગયા વર્ષે ઓકટોબર મહિનામાં ૧૧ વર્ષની બાળકીનું મોત ભૂખના લીધે થયું હતું.

બાળકીની માતાએ કહ્યું હતું કે આધાર કાર્ડ ન હોવાના લીધે તેમને રાશન આપવાની ના પાડી દીધી હતી. ત્યારબાદ રાજયમાં તબક્કાવાર ત્રણ-ચાર મોતનો કેસ સામે આવ્યો. પરંતુ દર વખતે વહીવટીતંત્ર ભૂખમરાથી થનાર મોતને નકારતું રહ્યું છે.

(3:31 pm IST)