Gujarati News

Gujarati News

News of Friday, 19th January 2018

નવો સ્માર્ટફોન લેવાનો પ્લાન હોય તો જરા જલ્દી કરજો

બજેટ પછી મોંઘા થશે ફોન?

નવી દિલ્હી તા. ૧૯ : જો તમે નવો મોબાઈલ ફોન અને તેમાંય ખાસ તો મોંઘો ફોન ખરીદવાનો પ્લાન કરતા હો તો જરા જલ્દી કરજો. ૧ ફેબ્રુઆરીએ રજૂ થનારા બજેટમાં સરકાર મેક ઈન ઈન્ડિયાને પ્રોત્સાહન આપવા કસ્ટમ્સ ડ્યૂટી વધારી શકે છે, જેના કારણે ઈમ્પોર્ટેડ હાઈ-એન્ડ મોબાઈલ ફોન અને ઈલેકટ્રોનિક આઈટમ્સ મોંઘા થઈ શકે છે.

દુનિયાની અનેક મોટી કંપનીઓએ મોબાઈલ ફોનની વધતી જતી ડિમાન્ડને પહોંચી વળવા માટે ભારતમાં પ્લાન્ટ્સ નાખ્યા છે. જોકે, તેમાં મોટા ભાગના અસેમ્બલી યુનિટ છે, મતલબ કે પાર્ટ્સ બહારથી તૈયાર આવે છે અને અહીં માત્ર તેને એસેમ્બલ કરાય છે. સરકાર ચાહે છે કે, કંપનીઓ એસેમ્બલીને બદલે મેન્યુફેકચરિંગ પર વધુ જોર આપે.

સરકાર દેશને માત્ર એક એસેમ્બલી હબ બનાવવાને બદલે મેન્યુફેકચરિંગનું કેન્દ્ર બનાવવા ચાહે છે. ૧ જુલાઈ ૨૦૧૭ના રોજ મોબાઈલ ફોન પર ૧૦ ટકા બેસિક કસ્ટમ્સ ડ્યૂટી લગાવાઈ હતી, અને ૧૪ ડિસેમ્બરે તેને વધારીને ૧૫ ટકા કરાઈ હતી. ડિજિટલ કેમેરા, ઓવન, ટીવી અને ઈમ્પોર્ટેડ એલઈટી લાઈટ પર પણ કસ્ટમ્સ ડ્યૂટી વધારી હતી.

સરકાર ઈચ્છે છે કે આયાત પર દેશની નિર્ભરતા ઓછી થાય. માટે જ માત્ર એસેમ્બલી પ્લાન્ટને બદલે મેન્યુફેકચરિંગ પ્લાન્ટ્સ વધુને વધુ સ્થપાય તે વાત પર જોર અપાઈ રહ્યું છે. ભારતે ૨૦૧૭માં લગભગ ૪૨ અબજ ડોલરના ટેલીકોમ ઈન્સ્ટ્રુમેન્ટ, કમ્પ્યુટર હાર્ડવેર, ઈલેકટ્રોનિક કમ્પોનેનટ્સ અને કન્ઝયુમર ઈલેકટ્રોનિક ગુડ્સની આયાદ કરી હતી.

(3:32 pm IST)