Gujarati News

Gujarati News

News of Friday, 19th January 2018

આ બળદને પાળવા બહેને લગ્ન નથી કર્યા

ચેન્નાઇ તા.૧૯: તામિલનાડુમા પરંપરાગત રમત જલ્લીકટ્ટનું બહુ જ મહાત્મ્ય છે. ૨૦૦૦ વર્ષ જૂની આ રમત સ્થાનિક લોકો માટે પ્રાઇડનો વિષય છે. જોકે આ રમત માટે વપરાતા બળદોના ઉછેર માટે થઇને સેલ્વારાની કાનાગરાસુ નામની મહિલાએ લગ્ન નથી કર્યા.૪૮ વર્ષની સેલ્વરાની જ્યારે ટીનેજમાં હતી ત્યારે જ તેણે નક્કી કરી રાખેલું કે તે પોતાના દાદા અને પિતાના પગલે જશે અને જલ્લીકટ્ટુમાં ઉપયોગમાં લેવાતા બળદોનો ઉછેર અને તાલીમ આપવાનંુ કામ કરશે. જલ્લીકટ્ટુમાં હજારો પુરૂષો બળદની પાછળ દોડે છે અને એનાં શિંગડા પકડીને એને કાબૂમાં લેવાનો પ્રયત્ન કરે છે. સેલ્વરાનીનુ ંકહેવુ છે કે તેના દાદા અને પિતા પોતાના બળદોને પોતાનાં સંતાનો જેટલો પ્રેમ કરતા હતા. તેના ભાઇઓ છે, પરંતુ કામકાજમાં વ્યસ્ત રહેવાને કારણે પ્રાણીઓના ઉછેર માટે પૂરતો સમય આપી શકતા નથી. સેલ્રાનીનું કહેવું છે. કે તે ૧૮ વર્ષના રામુ નામના એક બળદને ઉછેરે છે, જે સ્થાનિક જલ્લીકટ્ટુ રમતમાં પ્રાઇઝ-વિનિંગ રહ્યો છે. અત્યાર સુધીમાં એ સાતેક ઇવેન્ટ જીતી ચૂકયો છે અને સિલ્કની સાડીઓથી માંડીને સોનાના સિક્કા પોતાના માલિક માટે જીતી લાવ્યો છે.

(12:32 pm IST)