Gujarati News

Gujarati News

News of Friday, 19th January 2018

મુંબઈમાં ૧૬-૧૬ દિક્ષાર્થીઓનો સોમવારે ભવ્ય દિક્ષા મહોત્સવ

પૂ. ગુરૂ ભગવંતોનો મહોત્સવ સ્થળે પ્રવેશ : પેથ ટુ વિકટરી પ્રદર્શનનું ઉદ્દઘાટનઃ શનિવારે સંતીકરમ પૂજન, ઉજ્જવલ વેશના વધામણા તથા મુમુક્ષુઓનો વિદાય સમારંભ : રવિવારે વર્ષીદાન યાત્રા, વીસસ્થાનક પૂજા તથા નાટીકા યોજાશે

(કેતનખત્રી દ્વારા) અમદાવાદ, તા.૧૯: મુંબઈ નગરીના ઈતિહાસમાં અત્યાર સુધીમાં થયેલી દીક્ષામાં સૌથી વદ્યારે ૧૬-૧૬ દીક્ષાર્થીઓનું સામૂહિક પ્રવ્રજયાનો એક પ્રસંગ બોરીવલીમાં પ્રમોદ મહાજન ગ્રાઉન્ડ, ચીકુવાડી, બોરીવલી (વેસ્ટ) ખાતે યોજાનાર છે. શ્રી મોહજીતવિજયજી મ.સા.ના સમુદાયના ૬૦ થી વધારે સાધુ અને સાધ્વીજી ભગવંતોના ગુરૂ પરમ પૂજય આચાર્ય ભગવંતશ્રી યુગભૂષણસૂરીશ્વરજી મહારાજાના પ્રેરક પ્રવચનોના આધારે સાચુ આત્મામાં જ છે તે પ્રક્રિયાને સમજીને વસંત પંચમીના દિવસે તા.૨૨ જાન્યુઆરી, ૨૦૧૮ ના રોજ જૈન દીક્ષા અંગીકાર કરી રહ્યાં છે.

 

પોતાના ધર્મપત્ની અને એકના એક સુપુત્રીને પ્રભુના પંથે વળાવીને  હવે તેજ માર્ગે પ્રસ્થાન કરનાર ૪૫ વર્ષના ભૂજપુર, કચ્છના પ્રાર્થના સમાજના રહેવાસી  ચેતનભાઈ દેઢીયા દીક્ષા ગ્રહણ કરી રહ્યાં છે. તેમન રંગપુર, હાલારના હાલ ભાંડુપમાં રહેતા ચંદ્રેશભાઈ પોલડીયાએ અનેક મહત્માઓને સત્સંગના રંગે રંગાઈને હવે શ્રમણયધર્મની આરાધનામાં દીક્ષિત થઇ રહ્યાં છે. પૂજય યુગભૂણસૂરીશ્વરજી મ.સા.ના પ્રવચનો અ પુસ્તકોની એકાદી પંચલાઇનથી પ્રેરણા મેળવીને પ્રિતેશભાઇ પ્રફુલભાઈ લોડાયા પોતાના માસ્ટર ઓફ આર્ટસમાં નિષ્ણાત થયેલા પોતાના ધર્મપત્ની હેમલબેન અને ૧૪ વર્ષની નાની ઉંમરમાં મોટી સમજણ કેળવીને તૈયાર થયેલ તેમની સુપુત્રી કૌંશિકા સાથે વિજયપ્રસ્થાન કરી રહ્યાં છે. પોતાના જૈન મિત્ર આઈઆઈટીયન્સ ભાવિક શાહની દીક્ષાને નિમિત્ત્। બનાવીને જન્મથી અજૈન એવા વૈષ્ણવ યુવાન સંકેત કુમાર જેઓ આઈઆઈટી બોમ્બેમાં કેમિકલ એન્જિનીયર છે અને ભારત પેટ્રોલીયમમાં આસી. મેનેજરની પદવી છોડીને પોતાનું સર્વસ્વ છોડીને જૈન દીક્ષા ગ્રહણ કરી રહ્યાં છે.

ગઢશીશા કચ્છના હાલ માટુંગા રહેતા ૧૭ વર્ષની ઉંમરના ધર્મીલકુમાર દેઢિયા અને તેમના માતુશ્રી મીતાબેન ભૌતિક જગતમાં કળાના ફિલ્ડમાં ઉચ્ચસ્થાન પ્રાપ્ત કર્યા પછી વૈરાગ્યની અભયકળાને પ્રાપ્ત કરવા પ્રવ્રજયા ગ્રહણ કરી રહ્યાં છે. જોડીયા બહેન તરીકે જન્મેલા ખ્યાતિકુમારી  અને ખૂશબુકુમારી જેઓ પ્રોફેશનલી ઉચ્ચ અભ્યાસમાં જોડાયેલા હતા  પોતાના ૪૧ વર્ષના માતુશ્રી કીર્તિકાબેન દેઢિયા સાથે પ્રભુના પંથે વિચરવા સજ્જ થયા છે. પ્લાન્ટ ફિઝિયો અને બાયો કેમેસ્ટ્રી વિષયમાં માસ્ટરી મેળવ્યા પછી બીદડા, કચ્છના ઘાટકોપર નિવાસી ૩૨ વર્ષની વચના કુમારી વિરલબેન જયંતિભાઈ દેઢિયા અને વેબ ડેવલપમેન્ટ અને ડિઝાઇનીંગ કરત સુથરી, કચ્છના હાલ મુલુન્ડ રહેતા ૨૬ વર્ષીય પરીનબેન શાહ પણ પોતાની ટેલેન્ટ દ્વારા આત્મસુખ પામવા માટે અદ્યીરા બન્યા છે.

સંગીતમાં વિશારદનું પદ લઈને રાગથી વિરાગ તરફ અને સ્વર દ્વારા ઈશ્વરની પ્રાપ્તિ કરવા ૨૧ વર્ષીય વાંકી, કચ્છના મુલુન્ડ નિવાસી પ્રિયાકુમારી ફુરિયા અને ધામલી, રાજસ્થાનના રહેવાસી બેંગલોર સ્થિત ૨૬ વર્ષીય સ્નેહાકુમારી કટારિયા તેમજ ગોધરા, કચ્છના હાલ માટુંગા રહેતા ૨૦ વર્ષીય દૃષ્ટિકુમારી મનોજભાઈ દેઢિયા વારસાગત મળેલી કાયદાકીય કેરિયરને ગૌણ કરીને આત્મસન્માનની ઉચ્ચ પદવીને પ્રાપ્ત કરવા સજ્જ થયા છે. ૧૯ જાન્યુઆરી શુક્રવારે પૂ.ગુરૂભગવંતનો આ વિજયપ્રસ્થાન મહોત્સવ સ્થળમાં પ્રવેશ થયા બાદ પેથ ટુ વિકટરી નામના પ્રદર્શનનું ઉદઘાટન થશે. ૨૦ મી એ સવારે સંતિકરમ પૂજન, બપોરે ઉજ્જવલ વેશના કેસરિયા વદ્યામણા અને સાંજે ૬ કલાકે મુમુક્ષુઓનો ભવ્ય વિદાય સમારંભ થશે.

રવિવારે તા.૨૧ના રોજ બોરવલીના રાજમાર્ગો પર ભવ્ય વર્ષિદાન યાત્રા યોજાશે અને બપોરે વીસસ્થાનક પૂજન બાદ સાંજે ૬ કલાકે એકમજાની લાઈફની સંવેદનશીલ નાટિકા યોજાશે. તા. ૨૨ જાન્યુઆરી સોમવારે સવારે ૪.૩૦ કલાકે ૧૬-૧૬ દીક્ષાર્થીઓની વિજયતિલક સાથે વિજયપ્રસ્થાનની દીક્ષાવિધિની શરૂઆત થશે. જેમાં રજોહરણ પ્રદાન બાદ ઉપકરણના ચડાવા, નામકરણ તથા હિતશિક્ષા પ્રદાન થશે. પરમ પૂજય આચાર્ય ભગવંતશ્રી યુગભૂણસૂરીશ્વરજી મહારાજ સાહેબે આ પ્રસંગે માર્મિક હિતશીક્ષા આપતા જણાવ્યું હતું કે આત્માના સાચા સુખ સુધી પહોંચવાની મંઝીલનું આ પ્રસ્થાન છે પરંતુ પૂર્ણાહુતિ તો પેલે પાર છે. સંસારના બાહ્ય સંબંધોનો ત્યાગ અને આધ્યાત્મિક જીવનનું આ મંગલ પ્રયાણ છે પરંતુ પ્રાપ્તિતો પેલે પાર છે. ભાવચારિત્ર્યથી જ મોક્ષ છે અને તે મેળવવા માટે દ્રવ્યચારિત્ર્યનો આ પ્રારંભ છે કેમકે પંથતો પ્રવ્રજયાનો જ છે. વિજય પ્રસ્થાન મહોત્સવ સમિતિ એ સર્વેને આ મહોત્સવમાં પધારવા ભાવભર્યુ નિમંત્રણ પાઠવાયુ છે.(૩૭.૭)

(11:46 am IST)