Gujarati News

Gujarati News

News of Friday, 19th January 2018

આવતા નાણાકીય વર્ષે દેશનું અર્થતંત્ર ૭.૧ ટકાના દરે વધશેઃ ઇન્ડિયા રેટિંગ્સનો અંદાજ

નવી દિલ્હી તા.૧૯: ઇન્ડિયા રેટિંગ્સ એન્ડ રિચર્ચે ભારતનો વિકાસદર આ વર્ષના ૬.૫ ટકાથી વધીને આગામી વર્ષે ૭.૧ ટકા રહેવાનો અંદાજ મૂકયો છે. આ માટે વપરાશી ડિમાન્ડમાં થનારો વધારો અને કોમોડિટીના નીચા ભાવ કારણભૂત હશે એમ એનું કહેવું છે.૨૦૧૮-'૧૯ના ભાવિ વિશેના રિપોર્ટમાં એજન્સીએ કહ્યું છે કે GST અને  ઇન્સોલ્વન્સી એન્ડ બેન્કરપ્ટસી કોડ (IBC) જેવા માળખાકીય સુધારાઓને પગલે વિકાસને તબક્કાવાર વેગ મળતો જશે.GSTના અમલને પગલે મધ્યમથી લાંબા ગાળે લાભ થશે, પરંતુ એ જ વાત નોટબંધીની અસરને લાગુ નથી પડતી એમ ફિચ રેટિંગ્સની સબસિડિયરી ઇન્ડિયા રેટિંગ્સ એન્ડ રિસર્ચ (Ind-Ra) એ કહ્યંુ હતું.Ind-Ra GDP માં ૨૦૧૮-'૧૯માં ૭.૧ ટકાની વૃદ્ધિની અપેક્ષા રાખે છે જે એશિયન ડેવલપમેન્ટ બેન્કના અને IMFના ૭.૪ ટકાની તુલનાએ ઓછી છે.આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવ વધી રહ્યા છે એટલે Ind-Ra રીટેલ અને હોલસેલ ફુગાવો ૨૦૧૮-'૧૯ માં અનુક્રમે ૪.૬ ટકા અને ૪.૪ ટકા રહેવાની અને વર્તમાન રેટ સાઇકલનો અંત આવવાની અપેક્ષા રાખે છે.ભાવિ રસ્તો થોડો ધૂંધળો છે એટલે રિઝર્વ બેન્ક લાંબા સમય માટે થોભો અને રાહ જુઓની નીતિ અપનાવશે. ૨૦૧૭-'૧૮માં અંદાજપત્રીય ખાધ ૩.૨ ટકાના લક્ષ્યાંક સામે વધીને ૩.૫ ટકા થશે.

૨૦૧૮-'૧૯ ચૂંટણીનું વર્ષ હશે એમ છતાં બજેટ જનપ્રિય રહેવાની ધારણા એજન્સી નથી રાખતી. જોકે ગ્રામીણ અને કૃષિક્ષેત્રે ખર્ચ વધારવામાં આવશે અને નાણાકીય ખાધ ૩.૨ ટકાની રહેશે. રૂપિયાનું મૂલ્ય ૨૦૧૮-'૧૯માં સરેરાશ ૬૬.૦૬ રૂપિયા રહેશે એમ એનું કહેવું છે.(૧.૩)

(11:44 am IST)